છોટાઉદેપુરઃ તુરખેડા પાસે નર્મદા કિનારેથી રૂ.1.14 લાખનો વિદેશી દારૂ અને બોટ જપ્ત

  • Share this:
    છોટાઉદેપુરઃ RR સેલે તુરખેડા પાસે નર્મદા કિનારેથી બોટમાંથી રૂ.1.14 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂની હેરાફેરી કરનાર બૂટલેગર ફરાર થઈ ગયો છે. પોલીસે વિદેશી દારૂ સાથે બોટ જપ્ત કરી લીધી છે. વિદેશી દારૂ મહારાષ્ટ્રથી લવાઈ રહ્યો હતો.

    મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં લગભગ રોજ વિદેશી કે દેશી દારૂ પકડાઈ રહ્યાના સમાચાર આપણને મીડિયા પાસેથી જાણવા મળે છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ, ભરૂચમાંથી જુદી જુદી જગ્યાએથી રૂ.50 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે. દારૂ ક્યારેક ગેસના ટેન્કરની આડમાં તો ક્યારેક લસણની ગૂણીની આડમાં તો ક્યારેક મિનરલ વોટરની આડમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. 17 મેએ અમદાવાદ-બગોદરા ટોલબૂથ પાસેથી ભારત ગેસના ટેન્કરમાંથી રૂ.20 લાખનો દારૂ ઝડપાયો હતો. 11 મેએ ભરૂચ હાઇવે પરથી લસણની આડમાં ટ્રકમાં લાવવામાં આવી રહેલો રૂ.8 લાખથી વધુનો દારૂ ઝડપાયો હતો. આજે છોટાઉદેપરના તુરખેડા પાસે નર્મદા કિનારેથી આજે એક બોટની RR સેલ દ્વારા તપાસ કરાતાં એમાંથી રૂ.1.14 લાખનો દારૂ મળી આવ્યો હતો. RR સેલની ટીમને જોતાં જ દારૂની હેરાફેરી કરતો બૂટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ સાથે બોટ જપ્ત કરી ગુનો નોંધી આગળ વધુ તપાસ કરી રહી છે. પકડાયેલો વિદેશી દારૂ મહારાષ્ટ્રથી ગુજરાતમાં લવાઈ રહ્યો હતો.

    હવે તો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નર્મદા જેવી નદીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં સુધી દારૂસંબંધી કાયદાનો કડકપણે અમલ નહિ થાય ત્યાં સુધી બૂટલેગરો જુદા જુદા માધ્યમનો ઉપયોગ કોઈ પણ ડર વગર દારૂ ઘુસાડતા રહેશે.
    Published by:Sanjay Joshi
    First published: