છોટાઉદેપુરઃ ચાપરિયાથી વાસણા જાન લઈ જનારા ટ્રેક્ટરનો અકસ્માત,15થી વધુને ઇજા

છોટાઉદેપુરઃ ચાપરિયાથી વાસણા જાન લઈ જનારા ટ્રેક્ટરનો અકસ્માત,15થી વધુને ઇજા.

  • Share this:
    છોટાઉદેપુરઃ ચાપરિયાથી વાસણા જાન લઈ જનારા ટ્રેક્ટરના અકસ્માતના સમાચાર મળ્યા છે. અકસ્માતને કારણે 15થી વધુ વ્યક્તિને ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ક્વાંટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    મળતી વધુ વિગત મુજબ, છોટાઉદેપુરના ચાપરિયાથી વાસણા ટ્રેક્ટરમાં જાન લઈ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો છે. અકસ્માતને કારણે 15થી વધુ વ્યક્તિને ઇજા થઈ હતી. માહિતી મળતાં ક્વાંટ, પાનવાડ અને આથડુંગરીની 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે ક્વાંટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: