Home /News /madhya-gujarat /કપાસનું બોનસ ન મળતા ખેડુતોએ કર્યો સૂત્રોચ્ચાર, આ યોજનાને ગણાવી લોલીપોપ

કપાસનું બોનસ ન મળતા ખેડુતોએ કર્યો સૂત્રોચ્ચાર, આ યોજનાને ગણાવી લોલીપોપ

પ્રતિકાત્મક તસવીર

છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા અને બોડેલી કપાસના મહત્વના સેન્ટર ગણાય છે

    છોટાઉદેપુર જિલ્લાના કપાસના હબ ગણાતા સંખેડા-બોડેલી તાલુકાના 1366 જેટલા ખેડુતોને કપાસમાં ગુજરાત સરકારે જાહેર કરેલા બોનસના આશરે દોઢ કરોડ રૂપિયા ચુકવાયા નથી.જેના કારણે ખેડુતો પરેશાન બન્યા છે.સવા મહિનાથી એક પણ ખેડુતને બોનસ ચુકવાયું નથી. જેથી આજે ખેડુતોએ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

    છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા અને બોડેલી કપાસના મહત્વના સેન્ટર ગણાય છે. ચાલુ વરસે ચૂંટણીને ધ્યાનમાં રખીને ગુજરાત સરકારે કપાસના 4270 રૂપિયા ઉપર ક્વિંટલે 500 રૂપિયા બોનસની જાહેરાત કરી હતી. આ વરસે સીઝન સારી હોઇ કપાસનો પાક સારો થયો છે અને કપાસની આવક પણ વધી છે. કપાસ વેચનારા ખેડુતોને બોનસ માટે ક્વિંટલે 500 રૂપિયા આપવાની જાહેરાત બાદ કિસાન પોર્ટલ ઉપર ખેડુતોની આ માટે નોંધણી પણ કરાઇ છે.

    બોનસ વાળી કપાસની ખરીદી ગયા મહિનાની 23 તારીખથી શરૂ થયેલી છે. પરંતુ હજી સુધી ગુજરાત સરકાર દ્વારા એક પણ ખેડુતને બોનસનો એક પણ રૂપિયો ચુકવાયો નથી. જેના કારણે ખેડુતો પણ પરેશાન થઇ રહ્યા છે. હાલમાં ખેડુતો બોનસ માટે આંટા મારી રહ્યા છે. તો કેટલાક ખેડુતોને સરકારની જાહેરાત લોલીપોપ જેવી પણ લાગી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના માત્ર સંખેડા અને બોડેલી તાલુકાના જ 1366 જેટલા ખેડુતોને બોનસ ચુકવાયું નથી. જ્યારથી ખરીદી શરૂ થઇ ત્યારથી માત્ર સીસીઆઇના જ પૈસા આવ્યા છે. ગુજરાત સરકારે એક પણ રૂપિયો બોનસનો આપ્યો જ નથી.
    First published:

    Tags: Chotaudepur, કપાસ, ખેડૂતો