છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડિ તાલુકા પંચાયત કચેરીમાં નરેગાનાં કર્મચારી અંગ્રેજી દારૂની બોટલ સાથે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતો હોવાનો વિડિઓ વાઈરલ થતાં દારૂબંધી અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને સવાલોનાં ઘેરામાં મૂકી દીધો છે.
છોટાઉદેપુર જિલ્લામા એક વિડિયો વાયરલ થયો છે. જેમા એક કર્મચારી સરકારી કચેરીમાજ હાથમા બીયરનુ ટીન લઈને બેઠો છે.તસ્વીરોમા આપ જોઈ શકો છો, હાથમા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યુ છે કે હાથમા જે ટીન દેખાઈ રહ્યુ છે તે બીયર નુ ટીન છેઅને આ બીયર પી રહેલો શખ્સ નસવાડી તાલુકા પંચાયત કચેરીમા મનરેગા યોજનામા ટેકનીકલ આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતો કૌશિક વ્યાસ છે.
સરકારની સૌથી મહત્વકાંક્ષી ગણાતી એવી મનરેગા યોજનામા હંગામી ફરજ બજાવતા કૌશિક વ્યાસ ના આ વાયરલ થયેલા વિડિયો એ ગુજરાતમા દારુ બંધી ના સરકારના કાયદાના અને સરકારના દાવાઓના લીરે લીરા ઉડાડી દીધા છે, એટલુજ નહિ ગરીબોને રોજગાર આપવા માટેની આ યોજનામા ચાલતા ભ્રષ્ટાચારની પણ પોલ ખોલી નાખી છે.વ્યાસ સાહેબ નો નિયમ છે,ઓફીસમા આવી પહેલા લાભાર્થીની બીયર પીવાની પછી જ એ લાભાર્થીનુ કામ કરવાનુ.
લાભાર્થીને ધમકાવી રહ્યો છે કે હુ તો ખોટુજ કરીશ, એવુ નથી કે મને બહુ હાય હાય છે, મારી પાસે તો બહુ રુપિયા છે, તારી પાસેથી લીધેલા ટકાવારીના રુપિયા ધામસીયા હનુમાન મંદીરે જઈને મુકી આવીશુ.
નસવાડી તાલુકાના મનરેગાના યોજના ના લાભાર્થીઓ માટે હવે આ કઈ નવાઈની વાત નથીપરંતુ કૌશિક વ્યાસની આ ભ્રષ્ટાચારી પ્રવ્રુતિથે કંટાળી એક લાભાર્થી સુનિલ ડુંગરાભીલે મહેનત મજૂરી કરીને કરેલા કામનુ વડતર ના મળતાં ઓફીસ ના ધરમ ધક્કાથી કંટાળી કૌશિક નો બિયરની બોટલ અને ટકાવારીની માંગણી કરતો વિડિઓ બનાવી લીધો અને તેની રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આખરે વિડિઓ સોસિયલ મિડિયામાં વાઈરલ કરી દીધો હતો.