રાજ્યમાં છોટા ઉદ્દેપુરનું સૌથી નબળું પરિણામ, શિક્ષણાધિકારીએ કહ્યું એક્શન પ્લાન ઘડાશે

 • Share this:
  છેલ્લા બે મહિનાથી વાલીઓ અને વિદ્યાર્થિઓ રાહ જોઇ રહ્યાં હતા તે બોર્ડની પરિક્ષાના પરિણામ આવવાનું શરૂ થઇ ગયું છે. જેની શરૂઆત ધોરણ 12 સાયન્સની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે સાયન્સમાં રાજકોટ જિલ્લાએ બાજી મારી છે, રાજ્યમાં સૌથી સારુ પરિણામ રાજકોટ જિલ્લાનું આવ્યું છે, તો સૌથી ખબાર પરિણામ છોટા ઉદ્દેપુર કેન્દ્રમાંથી આવ્યું છે. પરિણામ આવ્યા બાદ શિક્ષણધિકારીઓ અને વાલીઓ એક બીજા પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કરી દીધું હતું.

  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના જાહેર કરાયેલા પરિણામમાં સૌથી ઓછું છોટા-ઉદેપુર કેન્દ્રનું આવ્યું છે. રાજ્યના સૌથી અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ગણાતા છોટા-ઉદ્દેપુર જિલ્લાનું 35.64 ટકા પરિણામ આવ્યું છે. જેમાં બોડેલી કેન્દ્ર 27.61 ટકા પરિણામ સાથે રાજ્યમાં સૌથી પાછળ છે. ઓછા પરિણામ બદલ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહને લઇને માળખાગત સુવિધા અને વિષયવાર નિષ્ણાંતોનો અભાવ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  ઘડાશે એક્શન પ્લાન

  એક તરફ છોટાઉદ્દેપુર જિલ્લામાં શિક્ષણ પદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યાં છે તો બીજી બાજુ જિલ્લા શિક્ષણધિકારી ડી જી પટેલનું કહેવું છે કે પરિણામ નબળું આવવા પાછળ વાલીઓમાં જાગૃતનો અભાવ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ પહાડી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. જો કે આગામી વર્ષમાં આ મામલે તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને આ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, જે અંતર્ગત દર મહિને સ્કૂલનો રિવ્યૂ લેવામાં આવશે, જેમાં નબળા વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.  માળખાગત સુવિધાનો અભાવ

  એક તરફ વાલીઓ શિક્ષણાધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યાં છે, તો બીજી બાજુ નિષ્ણાંતો વાલીઓ પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાનું કહેવું છે કે જિલ્લામાં વિષયવાર શિક્ષકોની ખૂબ જ ખોટ છે. સાથે જ છોટાઉદ્દેપુર જિલ્લામાં માળખાગત સુવિધાઓ જેમ છે લેબોરેટરી, લાઇબ્રેરી, અન્ય જરૂરી સંસાધનોની ખૂબ જ અછત છે, સરકાર તરફથી કોઇ નક્કર પગલાઓ લેવામાં આવ્યા નથી.
  Published by:Sanjay Vaghela
  First published: