શું આ છે વિકાસશીલ ગુજરાત? આજે પણ આંતરિયાળ ગામમાં સ્વખર્ચે ગ્રામજનો બનાવી રહ્યાં છે ગામનો રસ્તો

આજે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ગુજરાતને પ્રોજેક્ટ કરવામાં અવી રહ્યું છે, ત્યારે આજ વિકાસ મોડેલ ગુજરાત ના એક ગામના લોકો આજે પણ વિકાસ શબ્દનો અર્થ શુદ્ધા જાણતા નથી, કારણ કેં આજ સુધી તેમણે વિકાસ જોયો જ નથી, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકલા ગામના લોકો સ્વખર્ચે અને સ્વ મહેનતે બનાવી રહ્યાં છે પોતાના ગામનો રસ્તો.

આજે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ગુજરાતને પ્રોજેક્ટ કરવામાં અવી રહ્યું છે, ત્યારે આજ વિકાસ મોડેલ ગુજરાત ના એક ગામના લોકો આજે પણ વિકાસ શબ્દનો અર્થ શુદ્ધા જાણતા નથી, કારણ કેં આજ સુધી તેમણે વિકાસ જોયો જ નથી, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકલા ગામના લોકો સ્વખર્ચે અને સ્વ મહેનતે બનાવી રહ્યાં છે પોતાના ગામનો રસ્તો.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુર# આજે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ગુજરાતને પ્રોજેક્ટ કરવામાં અવી રહ્યું છે, ત્યારે આજ વિકાસ મોડેલ ગુજરાત ના એક ગામના લોકો આજે પણ વિકાસ શબ્દનો અર્થ શુદ્ધા જાણતા નથી, કારણ કેં આજ સુધી તેમણે વિકાસ જોયો જ નથી, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અાંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકલા ગામના લોકો સ્વખર્ચે અને સ્વ મહેનતે બનાવી રહ્યાં છે પોતાના ગામનો રસ્તો.

આદિવાસી બાહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલું વાંકલા ગામ કે જે કરી રંહ્યુ છે. વિકાસની ઝંખના કારણ કે, આ ગામમા આવવાનો કોઈ માર્ગજ નથી, આસ્પાસ્ના ગામોને જોડ્તો એકપણ રસ્તો ન હોવાથી ગામલોકોને કરવી પડે છે પગપાળા સફર. રસ્તાના અભાવને લઈ ગ્રામજનો કોઈ ખાનગી સાધન લઈને પણ ગામમાં આવજા નથી કરી શકતા કે ગ્રામજનો માટે નથી કોઈ બસની સુવિધા. ચોમાસા દરમિયાન ગામલોકોની હાલત દયનીય થઈ પડે છે. વ્ંકલા ગામ જાણે સંપર્ક વિહોણુ બન્યું હોય તેમ લાગે છે.

રસ્તાના અભાવને લઈ ગામમાં નથી આવતી 108 કે, નથી આવતા અહીં કોઈ ડોક્ટર કે નર્સ. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે આજે પણ તેને ખાટલામાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવો પડે છે. તો બીજી તરફ વિદ્યાર્થી માટે કોઈ બસની સુવિધા ના હોવાથી વિદ્યાર્થીઓને 5થી 8 કિમી સુધી ચાલતા જવાની ફરજ પડે છે અને ચોમાસા ના ચાર મહિના તો વિદ્યાર્થીઓ શાળામાં જઈ જ નથી શકતા. આવી અસહ્ય વેદનાભરી સમસ્યાઓ વેઠી રહેલા ગામ ના વૃદ્ધો, મહીલાઓ અને યુવાનો ગામ ના ચોરે ભેગા થયા અને સરપંચને બોલાવ્યા.

ગામ લોકોની પરિસ્થિતિ થી સરપંચ પણ વાકેફ જ હતા, અને સાથે સાથે દુ:ખી પણ હતા, કારણ કે, એવું નથી કે ગામના સરપંચે ગામ માટે રોડની માંગણી ના કરી હોય. સરપંચે જિલ્લા ના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, માલતદાર, ધારાસભ્ય, સાસંદ અને જિલ્લાના પ્રભારી એવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને પણ મૌખીક અને લેખિતમાં રજૂઆત કરી હતી. પણ વંકલા ગામના વિકાસનો શ્વાસ રૂંધાયેલોજ રહ્યો. આખરે ગામલોકોએ લીધો ગામનો રસ્તો બનાવવાનો નિર્ણય, સરપંચ સહિત ગામલોકોએ નક્કી કર્યુ કે, જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી ગામનો કોઈ પણ વ્યક્તિ ખેતી કામમા જોતરાશે નહીં, અને બહાર ગામ મજૂરી અર્થે પણ જશે નહીં.

વહીવટી તંત્રની ઉપેક્ષાનો ભોગ બનેલા સરપંચ સહિત ગામના આગેવાનોએ લીધેલા આ નિર્ણયને સૌ ગ્રામજનોએ વધાવી લીધો હતો અને ગામ લોકો તગારા, પાવડા લઈ નીકળી પડ્યા રોડ બનાવા માટે ખુદ સરપંચ પણ માટીનું ખોદકામ કરવામાં જોતરી જતા ગામલોકોનો ઉત્સાહ વધી ગયો અને ગામનો રસ્તાઓ બનવાની શરૂઆત થઈ ગઈ.

એક કતાર માં એક સંપ થઈ કામે વલગેલા ગામ લોકોને જોતા ફિલ્મનું ગીત 'સાથી હાથ બધાના એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાનાં' ના દ્રશ્યો સામે આવી જાય તેમ છે.

એક તરફ દેશ બદલ રહા હે ના નારા સાથે દેશ 21મી સદી તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં બુલેટ ટ્રેન, મલ્ટીલેવલ ફ્લાઈ ઓવર, સ્માર્ટ સિટી અને ગામોને સ્માર્ટ ગામો બનાવવાની વાતો કરવામાં આવી રહી છે, તેવામાં છોટાઉદેપુર જિલ્લાના વાંકલા ગામના લોકો આજે પણ 18મી સદીમાં જીવતા હોય તેવો એહસાસ કરી રહ્યાં છે.

ખુદ હી કો કર બુલંદ ઈતના કી હર તક્દીર સે પહેલે, ખુદા ખુદ બંદે સે પુછે બતા તેરી રઝા ક્યા હૈ? ઉક્તિને સ્સર્થક કરતા ગામલોકો એક્મજબુટ ઈરાદા સાથે ધોમ ધખતા તાપમાં કામ કરી રહ્યાં છે બસ તેમની એક જ નેમ છે કે, વરસાદની શરૂઆત થતાં પહેલા ગામને જોડતો રસ્તો બની જાય. ભલે તેમણે સરકારની મદદ ના મળે, ત્યારે હવે જોવાનું એ રહે કે, ગામલોકો ના જોમ અને જુસ્સાને જોયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવી ગામના અન્ય રસ્તાઓ બનાવવા પહેલ કરે છે કે પછી ગામલોકોએ સાથી હાથ બઢાના વાળી જ કરવી પડશે.
First published: