ભણવું હતું, પણ પ્રવેશ ના મળ્યો તો જાતને સળગાવી દીધી

ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ના મળતા હતાશ થયેલી એક વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવી લેવાની કરૂણ ઘટના છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે સામે આવી છે.

ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ના મળતા હતાશ થયેલી એક વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવી લેવાની કરૂણ ઘટના છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે સામે આવી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટાઉદેપુર# ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ના મળતા હતાશ થયેલી એક વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવી લેવાની કરૂણ ઘટના છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે સામે આવી છે.

છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામે ધોરણ-10 પાસ કરી ધો-11 વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માંગતી વિદ્યાર્થીનીને ઓછા ટકા હોવાને લઈ પ્રવેશ ન મળતા હતાશ થઈ આત્મહત્યા કરવાના ઈરાદે સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો. શરીરનો 90 ટકા ભાગ બળી જવાથી વિદ્યાર્થીનીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

છોટાઉદેપુરની ડોન બોસ્કો શાળામાં ધોરણ- 10માં 54 ટકા મેળવી પાસ થયા બાદ, સરોજ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતી હતી, જેથી તેણે છોટાઉદેપુરની આસપાસની તમામ શાળાઓમાં પ્રવેશ માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે, ઓછા ટકા હોવાને લઈ પ્રવેશ ન મળતા સરોજે હતાશ બની આત્મહત્યા કર્યાની ઘટના એ શિક્ષણ જગતમા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાને પગલે છોટાઉદેપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એક તરફ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરે છે અને શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમો યોજે છે, ત્યાં બીજી તરફ ભણવા માંગતી એક આદીવાસી વિદ્યાર્થીનીને શાળામાં પ્રવેશ ન મળતા તેને આત્મહત્યા કરવી પડે, ત્યારે આદીવાસી વિદ્યાર્થીનીઓને ભણવા માટે ચાલતી સરકારની યોજનાઓ સામે સવાલ ઉભા કર્યા છે.
First published: