Home /News /madhya-gujarat /છોટા ઉદેપુરના "આપ"ના નેતા અર્જુન રાઠવાએ ફરિયાદ રદ કરવા HCમાં કરી અરજી
છોટા ઉદેપુરના "આપ"ના નેતા અર્જુન રાઠવાએ ફરિયાદ રદ કરવા HCમાં કરી અરજી
દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને રદ કરવા માટે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતા અર્જુન રાઠવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને રદ કરવા માટે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતા અર્જુન રાઠવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
અમદાવાદ# દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદને રદ કરવા માટે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતા અર્જુન રાઠવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે તપાસ અધિકારીને આદેશ કર્યો છે કે, આ કેસની તપાસને લગતો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 19 ઓગષ્ટે હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, તેમની સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ખોટી અને રાજકીય પ્રેરિત છે. આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો જે પ્રભાવ વધી રહ્યો છે, તેના લીધે, કોંગ્રેસ અને ભાજપ બન્ને ડરી ગયા છે.
આદિવાસીઓના નેતા બિરસા મુંડાની પ્રતિમાને બદલે છોટા ઉદેપુરમાં તંત્ર અને રાજકીય અન્યની પ્રતિમા મૂકી લોકોને ગેરમાર્ગે દોરે છે. જેનો વિરોધ કરતાં, તેમની અટકાયત કરવામાં આવી હતી. આ પછી, તેઓ જેલમાં હતા, ત્યારે કોઈએ પ્રતિમાને ખંડિત કરી અને તેનો આરોપ તેમના પર મઢવામાં આવ્યો છે. આ ઉપરાંત, અન્ય ખોટા આરોપ પણ લગાવવામાં આવ્યા છે.