બાળ તસ્કરી કાંડઃ છોટા ઉદેપુરની હોસ્પિટલના તબીબ અને મેનેજરની ધરપકડ

News18 Gujarati
Updated: November 15, 2018, 2:30 PM IST
બાળ તસ્કરી કાંડઃ છોટા ઉદેપુરની હોસ્પિટલના તબીબ અને મેનેજરની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

બાળ તસ્કરીના આંતર રાજ્ય કૌભાંડમાં પોલીસે બુધવારે મોડી રાત્રે છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના તબીબ ડો. એ રાજુ અને મેનેજરની ધરપકડ કરી હતી.

  • Share this:
ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે બાળ તસ્કરી થવાનો પર્દાફાશ થયો છે. ત્યારે બાળ તસ્કરીના આંતર રાજ્ય કૌભાંડમાં પોલીસે બુધવારે મોડી રાત્રે છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના તબીબ ડો. એ રાજુ અને મેનેજરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બંને આરોપીઓે રૂ.50,000માં બાળકનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જે બાળક વડોદરા ખાતે વેચવામાં આવ્યું હતું.

આ બાળકને ખરીદનાર કમલેશ શર્મા નામના શખસની પોલીસે ધરપકડ કરી લીધી છે. બીજી બાજુ ચોથું બાળક મધ્ય પ્રદેશના નાનપુથી અલીરાજપુર પોલીસ લઇ આવી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ફેલાયેલા બાળકોના ખરીદ વેચાણના ગોખધંદા કરતી ગેંગને અલીરાજપુર પોલીસે ઝડપી પાડી ત્યાર પછી તેમની પૂછપરછમાંથી અનેક ભેદ ખૂલ્યા છે. પોલીસે મધ્ય પ્રદેશના નાનપુર ગામમાં પહોંચી કમલેશ શર્મા નામના શખ્સને ઝડપી લીધો છે. તેની પાસેથી એક બાળક મળી આવ્યું છે. જે અલીરાજપુરના બાળ તસ્કરી કાંડના મુખ્ય આરોપી શૈલું રાઠોરે વેચ્યું હતું.

પોલીસે આ સાથે ચારેય બાળકોને ઇન્દોરના ચાઇલ્ડ રિલિફ સેન્ટરમાં આ બાળકોની સંભાળ માટે મોકલી આપેલા છે. બાળકો ખીદ કરનાર વડોદરાના દિલીપ પુરુષોત્તમ અગ્રવાલ તેમને બાળક આપવનાર છોટાઉદેપુરના રાજુ ઉર્ફે પ્રકાર નિરંજન અગ્રવાલ, બાગ (એમ.પી)ના સુરજ બદ્રીલાલ સવેવાલાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
First published: November 15, 2018, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading