
છોટા ઉદેપુરઃછોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ડણી ગામે વિચિત્ર દુર્ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું છે. શૌચાલયના ખાર કુવામાં ટ્રકનું પૈડુ ફસાયું હતું આ દરમિયાન અહી રમી રહેલો બાળક વિચિત્ર રીતે દબાઇ ગયો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ બીજા બાળકને સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે. તસવીર જોઇને લોકોની કંપાટી છુટી જતી હતી.