Home /News /madhya-gujarat /

છોટાઉદેપુર: 35 હજારની લાંચ લેતા શાળાના આચાર્ય બહેન રંગેહાથ ઝડપાયા

છોટાઉદેપુર: 35 હજારની લાંચ લેતા શાળાના આચાર્ય બહેન રંગેહાથ ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

સંસદમાં હમણાં જ ભ્રષ્ટાચાર નિવારણ (સંશોધન) વિધેયક 2018ને મંજૂરી આપી દીધી છે. આ બિલ અંતર્ગત હવે લાંચ આપનાર પણ લાંચ લેનાર જેટલો જ દષિત ગણાશે

  દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લાંચના કાદાને પણ કડક બનાવવામાં આવ્યો પરંતુ લાંચીયા સરકારી બાબુઓની લાલચ સંતોષાતી જ નથી, અને વારંવાર એક પછી એક અધિકારી એસીબીની જાળમાં ફસાઈ જાય છે. આવો જ વધુ એક કિસ્સો છોટાઉદેપુરથી સામે આવ્યો છે. અહીં એક શાળાના આચાર્ય લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સાલોજ ખાતે આવેલી એક કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં બાળકોને નિયમીત પૌષ્ટીક ભોજન મળી રહે તે માટે સરકારની ગ્રાંટની મદદથી મેસ કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. આ અંતર્ગત ઓગષ્ટ-2018નું બીલ કોન્ટ્રાક્ટર દ્વારા મુકવામાં આવ્યું હતું. જેનો ચેક શાળાના આચાર્ય પાસે આવી ગયો હતો, પરંતુ મેડમને લાંચ લીધા વગર કોન્ટ્રાક્ટરને ચેક આપવાનો મૂડ ન હતો, જેથી તેમણે કોન્ટ્રાક્ટર પાસે ચેક લોવો હોય તો, રૂ. 35000 હજાર આપવા પડશે.

  જોકે, કોન્ટ્રાક્ટર એક જાગૃત નાગરીક હતો, તેણે પોતાની મહેનતના રૂપિયા લેવા માટે લાંચ નહી આપવાનું મન બનાવી લીધુ અને આખી ઘટના વિશે એસીબીને જાણ કરી ફરિયાદ નોંધાવી. જેને લઈ વડોદરા એસીબી ઈન્ચાર્જ મદદનીશ નિયામક એન પી ગોહિલ અને વડોદરા ગ્રામ્ય પીઆઈ ડી.બી. બારડની ટીમે છટકૂ ગોઠવ્યું. આરોપીની ફરિયાદ અનુસાર, શાળાના આચાર્ય ગીતાબેન રાઠવા કોન્ટ્રાક્ટર પાસેથી જેવી રકમ સ્વીકારે છે, તેવી જ એસબી દ્વારા રેડ કરી દેવામાં આવે છે, અને આચાર્યને રંગેહાથ ઝડપી લેવામાં આવે છે.

  એસીબી અને પોલીસની ટીમે ઘટના સ્થળ પરથી રૂ. 35000ની રકમ રીકવરીમાં લઈ. શાળાના આચાર્ય ગીતાબેન રાઠવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એસીબીના હાથે ઘણા અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે. માત્ર બે મહિનામાં જ દસ જેટલા અધિકારીઓ એસીબીના છટકામાં રંગેહાથ લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે. આ પહેલા સુરત એસીબીને ટીમે એક પોલીસ કોન્સ્ટેબલને છટકુ ગોઠવી રૂપિયા 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. દારૂના ગુનામાં પકડાયેલા બુટલેગર પાસેથી કેસ ન કરવાનુ કહીને ડિંડોલીના કોન્સ્ટેબલે બે લાખની માગણી કરી હતી. આ સિવાય ગાંધીનગર ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડનો ડિવિઝનલ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ નૃપતસિંહ ચૌહાણ જેઓ નિવૃત છે પરંતુ કરાર આધારિત ફરજ બજાવી રહ્યાં હતા તેઓએ ફરિયાદી પાસેથી 15 હજારની લાંચ માગી હતી અને ઝડપાઈ ગયા હતા. જામનગરમાં પણ પીએફ ઓફિસમાં એન્પોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાઈ ગયો હતો. આ બાજુ સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. બાંધકામ સાઇટ ઉપર હેરાન ન કરવા બાબતે આરોપીઓએ લાંચ માંગી હતી. જોકે, એસીબી ટ્રેમમાં બંને જણા રૂ. 55 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. અમદાવાદમાં પણ કોર્પોરેશનના મધ્યઝોનમાં ટેક્સ વિભાગમાં નિવૃત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ ભીખા વાણંદ અને વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર છગન ચૌધરી પર લાંચ માગવાનો આરોપ લાગ્યો હતો. બંનેએ મકાનના ટેક્સ બીલમાં નામ ટ્રાન્સફર માટેની અરજીના ઝડપથી નિકાલ માટે 2000ની લાંચ માગી હતી. તો સાબરકાંઠામાં આવેલી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ઘનશ્યામ રામચંદાણી જેઓ ક્લાસ 2માં ફરજ બજાવે છે, અને ભાર્ગવ પંડ્યા જેઓ ક્લાસ 3 તરીકે ફરજ બજાવે છે. ACBને ફરિયાદ મળી હતી કે બંને આરોપીઓએ એક વ્યક્તિ પાસે બિલ પાસ કરાવવા માટે લાંચ માગી હતી. બિલની જેટલી રકમ છે તેમાંથી 16 ટકા રકમ આપવા માટે માગ કરી હતી. જો કે એસીબીએ અગાઉથી જ ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.

  શું છે કાયદો?
  ભ્રષ્ટાચારની લગામ કસવા માટે સંસદમાં હમણાં જ ભ્રષ્ટાચાર નિવારણ (સંશોધન) વિધેયક 2018ને મંજૂરી આપી દીધી છે. આ બિલ અંતર્ગત હવે લાંચ આપનાર પણ લાંચ લેનાર જેટલો જ દષિત ગણાશે. આની સાથે જ લાંચ આપનારના દોષિતને હવે સાત વર્ષની સજા થશે. લાંચ આપનારાને સાત વર્ષ જેલ કે દંડ કે પછી બંન્ને સજા આપવાનો પ્રાવધાન છે. કાયદામાં લાંચ લેવા માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ અને વધારેમાં વધારે સાત વર્ષની સજાનો કાયદો છે. આ મામલામાં બે વર્ષની અંદર સુલઝાવવાના રહેશે.

  દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે એસીબી દ્વારા મોટા ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ સરકારી અધિકારીની અપ્રમાણસર મિલકતની માહિતી આપવામાં આવે તો તેને મળેલ રકમના 10 ટકા ઈનામ આપવામાં આવશે. આટલું જ નહીં જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ફરિયાદ કરનાર કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: 000, Bribe, Chhotaudepur, Rs. 35, School Principal, Taking

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन