Home /News /madhya-gujarat /છોટાઉદેપુર: મહિલા બુટલેગરની દારૂની ભઠ્ઠી પર જનતા રેડ, મહિલાઓનો હલ્લાબોલ

છોટાઉદેપુર: મહિલા બુટલેગરની દારૂની ભઠ્ઠી પર જનતા રેડ, મહિલાઓનો હલ્લાબોલ

મહિલાઓએ જનતા રેડ કરી અને દારૂનો વોશ અને દારૂની ભટ્ટી તોડી નાખી

Chhotaudepur Public Raid: છોટાઉદેપુરના જોજવા ગામમાં દારૂની ભટ્ઠી પર જનતાએ રેડ કરી છે. ગામની મહિલા બુટલેગર વર્ષોથી અહીં સ્થાનિકો સામે દાદાગીરી કરીને દારૂનો ધંધો ચલાવે છે.

સેહજબ ખત્રી, છોટાઉદેપુર: છોટાઉદેપુરના જોજવા ગામમાં દારૂની ભટ્ઠી પર જનતાએ રેડ કરી છે. ગામની મહિલા બુટલેગર વર્ષોથી અહીં સ્થાનિકો સામે દાદાગીરી કરીને દારૂનો ધંધો ચલાવે છે. બોડેલી પોલીસ સમક્ષ વારંવાર રજૂઆત કર્યા છતાં પોલીસે હજૂ સુધી કોઈ કામગીરી કરી નથી. દારૂને લીધે થતી આર્થિક સમસ્યા અને મુશ્કેલીથી રોષે ભરાયેલી મહિલાઓ અને સ્થાનિકોએ દારૂની ભટ્ઠી તોડી પાડી છે. જનતાએ રેડ કરીને દારૂના વોશનો નાશ કરી ભટ્ઠી તોડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જનતાએ સાથે મળી રેડ કરતા મહિલા બુટલેગર ફરાર થઈ હતી.

ગામમાં વર્ષોથી એક માથાભારે મહિલા દારૂનો ધંધો કરે છે

છોટાઉદેપુર જિલ્લાના જોજવા ગામે દારૂની હાટડી ચલાવતી મહિલા બુટલેગરની ભટ્ટી પર મહિલાઓએ જનતા રેડ કરી દારૂના વોશનો નાસ કર્યો છે. બોડેલી તાલુકાનું જોવા ગામ કે જે ગામમાં વર્ષોથી એક માથાભારે મહિલા દારૂનો ધંધો કરે છે. બિન્દાસ પણે દારૂ વેચતો હોઈ ગામના કેટલાક લોકો દારૂના વ્યશની બન્યા. જે કાંઈ કમાતા તે દારૂ પીવામાં ખર્ચ કરી નાખતા, જેથી ઘરમાં કંકાસ અને આર્થિક મુશ્કેલીનો સામનો મહિલાઓને કરવાનો વારો આવતો. ગામની મહિલાઓ અને ગામના કેટલાક સમજું વ્યક્તિઓએ બોડેલી પોલીસ સ્ટેશનમાં વારંવારની રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી આ મહિલા સામે કોઈ પગલાં લેવાયા નથી. ગામના લોકો આ મહિલાની પોલીસની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

ગામના લોકોને એક વાતની એ પણ ચિંતા છે કે, જે કમાયેલ રૂપિયા છે તે તો મહિલા બુટલેગરને આપી દે છે. સાથો સાથ જે દારૂ બનાવે છે તેમાં જીવાત અને સ્વાસ્થયને નુકશાન કરતો હોય લોકો બીમાર પણ પડી રહ્યા છે. તો કેટલાક લોકો દારૂ પીવાને કારણે મરી ગયા હોવાના બનાવો બન્યા હોવાનું ગામના લોકોનું કહેવું છે. બે દિવસ પહેલા જ ત્રણ ગામના યુવકો અહીં થી દારૂ પીને બાઈક ચલાવતા અકસ્માત થયો હતો અને તે આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: સામાન્ય બોલાચાલીમાં પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ, ઘટના સીસીવીટીમાં કેદ

મહિલાઓએ જનતા રેડ કરી અને દારૂનો વોશ અને દારૂની ભટ્ટી તોડી નાખી

એક તરફ પોલીસ ગામ લોકોની રજૂઆત સાંભળવા તૈયાર નથી તો બીજી તરફ મહિલા બુટલેગરની દાદાગીરીને લઈ ગામ લોકોમાં ડર છે. ગામ લોકોનું કહેવું છે કે જ્યાં તે દારૂની ભટ્ટી બનાવી છે તેને ગામ લોકો જો તોડી નાખે તો તે તેનું ગામના લોકોએ મકાન તોડી નાખ્યું હોવાની ફરિયાદ કરે છે અને ગામ લોકોને ભોગ બનવું પડે છે. આવું અગાઉ બની ચૂક્યું છે. જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવતા ગભરાઈ રહ્યા છે, પણ હવે હદ થઈ હોવાનું લાગતા ફરી એક વાર ગામની મહિલાઓએ ભેગા મળી હિંમત કરી અને જ્યાં દેશી દારૂ મહિલા બુટલેગર બનાવતી હતી ત્યાં મહિલાઓએ જનતા રેડ કરી અને દારૂનો વોશ અને દારૂની ભટ્ટી તોડી નાખી છે. જોકે, આ વાતની બોડેલી પોલીસને જાણ થતા ત્યાં પહોંચી હતી પણ મહિલા બુટલેગર સુમિત્રા બેન તડવી ત્યાંથી ભાગી છૂટી હતી.

પોલીસનું જે કામ છે તે આક્રોશમાં આવેલી મહિલાઓએ કર્યું અને માંગ કરી રહી છે કે, તેમના ગામમાંથી દારૂની બદી દૂર થાય. હવે જોવાનું એ રહે છે કે પોલીસ ભાગી છૂટેલી મહિલા બુટલેગરને ક્યારે પકડે છે અને કયારે આ ગામમાંથી કાયમી દારૂની બદીને દૂર કરે છે.
First published:

Tags: Chotaudepur, Crime news, Gujarat News

विज्ञापन