છોટાઉદેપુરઃ બૂટલેગરોનો પોલીસ પર હુમલો, પોલીસનું 13 રાઉન્ડ ફાયરિંગ

છોટાઉદેપુરઃ વિદેશી દારૂના જથ્થાને ઝડપવા ગયેલી પોલીસ પર હુમલો,પોલીસનું 13 રાઉન્ડ ફાયરિંગ.

  • Share this:
    છોટાઉદેપુરઃ ગોગાદેવમાં વિદેશી દારૂના જથ્થાને ઝડપવા ગયેલી પોલીસ પર બૂટલેગરો અને સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હોવાના સમાચાર મળ્યા છે. હુમલાના વળતા જવાબમા પોલીસે 13 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

    મળતી વધુ વિગત મુજબઃ છોટાઉદેપુરના ગોગાદેવમાં બાતમીને આધારે વિદેશી દારૂના જથ્થાને ઝડપવા ગયેલી પોલીસ પર બૂટલેગરો અને સ્થાનિકો દ્વારા તીર-પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના વળતા જવાબમા પોલીસે 13 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અડધો કલાક પોલીસ અને બૂટલેગરો વચ્ચે તોફાન ચાલ્યું હતું. તમામ બૂટલેગરો ફરાર થઈ ગયા છે. પોલીસે વિદેશી દારૂ ભરેલી 500 પેટી જપ્ત કરી લીધી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.
    Published by:Sanjay Joshi
    First published: