સેહજબ ખત્રી, છોટાઉદેપુર : જિલ્લામાં આદિવાસી પંથકમાં રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક પ્રેમી યુગલને દીકરીના પરિવાર જનો દ્વારા વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિઓ સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયો હતો. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ થયેલ વીડિઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એકજ ગામમાં આડોશ પાડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા. જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવાર જનોએ શોધી કાઢયા હતા. અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા ફટકારી હતી. ન્યૂઝ18 ગુજરાતી આ પ્રકારની વાયોલન્સની નીંદા કરે છે.
યુવતીના કાકાએ યુવાનને વિજપોલ સાથે બાંધી દીધો હતો, અને લાકડીથી ઘા માર્યા હતા, અને દીકરીને પણ બે રેહમી પૂર્વક માર મારતો વિડિઓ વાયરલ થયો હતો. 15 જૂનના રોજ આ ઘટના બની હોય જે ઝડપથી વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
છોટાઉદેપુર બાદ સુરતમાં પણ યુવકને થાંભલા સાથે બાંધી માર મારતો વીડિયો થયો વાયરલ pic.twitter.com/34LshOp0lS
તમને જણાવી દઈએ કે, આદિવાસી પથંકમાં લગ્ન પહેલા કોઈ પ્રેમમાં પડવાની ભૂલ કરે તો આવી તાલિબાની સજાઓ અપાય છે આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ કોઈ દંડની રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો બે જૂથ વચ્ચે અથડામણો પણ થતી હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાને ઢોર માર માર્યો હતો. 24 મે -2020 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. જે તેના પરિવારજનોને પસંદ નહીં પડતા સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો પણ વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુનો માર મારતો વીડિયો બહાર આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
છોટાઉદેપુર તાલુકાના વિસ્તારમાં યુવાન યુવતીને માર મારતો વિડિઓ વાયરલ થવાની બનેલ ઘટના સંદર્ભે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે 21 મી સદીમાં પણ જૂની પરંપરાને લોકો વળગી રહે છે. અહીં સવાલ એ થાય છે કે, આઝાદીના 70 વર્ષ પછી પણ અંતરિયાળ વિસ્તારમાં જાગૃતા કેમ ના આવી?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર