નસવાડીમાં ખેલાયો ખૂની ખેલ: પતિએ પત્નીને કુહાડીના ફટકા મારી ઢીમ ઢાળી દીધુ, ત્રણ સંતાન નોંધારા થયા

પતિએ પત્નીની હત્યા કરી

સમી સાંજે પતિ-પત્ની વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. જેમા આડા સબંધના વહેમ રાખી પત્નીને પતિએ કુહાડી માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી

 • Share this:
  સેહજબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. જેમાં વહેમીલા પતિએ પત્નીને ઘરમાં જ કુહાડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર, નસવાડીના ચામેઠા ગામની બાજુમાં નર્મદા વસાહત આવેલી છે, જ્યાં વસાહતમાં સમી સાંજે પતિ-પત્ની વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. જેમા આડા સબંધના વહેમ રાખી પત્નીને પતિએ કુહાડી માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાથી આજુબાજુમાં રહેતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા, પરંતુ પતિ પત્નીને મારી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

  આ પણ વાંચોવલસાડ Video વાયરલ: પુલ પરથી કુદી યુવતીએ નદીમાં લગાવી મોતની છલાંગ, માછીમારોએ દેવદૂત બની બચાવ્યો જીવ

  વિગતે ઘટનાની વાત કરીએ તો, વસાહતમાં રહેતા અશ્વિનભાઈ રમનભાઈ તડવી તેની પત્ની સાથે રેહતો હતો, પરિવારમાં ત્રણ પુત્ર સાથે તેમનો ઘર સંસાર ચાલતો હતો. પુત્રો ધીમે-ધીમે મોટા થતા ઘરની જવાબદારીઓ પણ વધવા લાગી હતી. તેવામા શંકા શીલ પતિ અવાર નવાર તેની પત્નીને આડા સબંધના વેહમની નજરથી જોતો હતો. ત્યારે ગુરુવારના રોજ સમી સાંજે અચાનક પતિ અશ્વિનને માથે ખૂન સવાર થઈ ગયું અને તરત આવેશમાં આવી જઈ તેણે ઘરમાં જ પત્ની મીનાબેન તડવી ઉ વર્ષ 40ને કુહાડી લઈ માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

  આ પણ વાંચોદાહોદ: 'પતિ તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો', પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો

  આ ઘટનાને અંજામ આપ્યા બાદ તરત જ આરોપી પતિ ફરાર થઈ ગયો છે, જ્યારે આજુબાજુના ગ્રામજનો તરત દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પતિ પત્નીને મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ગામમાં પહોંચી હતી, અને આ બાબતે તપાસ શરૂ કરી છે. આ બાજુ પત્નીની લાશ નસવાડી દવાખાને પી એમ માટે લઈ જવામાં આવી છે. પોલીસે દીકરાઓના નીવેદન નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પુત્ર સુનીલ તડવીએ નસવાડી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. નસવાડી પોલીસ મર્ડરનો ગુન્હો નોંધી આરોપીને પકડવા શોધખોળ ચાલુ કરી છે.
  Published by:kiran mehta
  First published: