છોટાઉદેપુર: 'સાસુ-વહુ ખેતરમાં ઘાસ વાઢતા હતા, સાસુને કરંટ લાગતા હાથમાંથી ધુમાડો નીકળ્યો અને ત્યાંજ ઢળી પડ્યા'

પ્રતિકાત્મક તસવીર

બાજુના ખેતરના માલિક માધુભાઈ જેસંગભાઈએ ખેતરમાં વીજથાભલા પરથી વાયર દ્વારા કરન્ટ ઉતારેલો હતો, આ વાતથી સાસુ અને વહુ અજાણ હતા

  • Share this:
    સેહજબ ખત્રી, છોટાઉદેપુર : જિલ્લાના બોડેલી તાલુકાના ઝાબ મુઢીયારી ગામમાં એક મહિલાનું ખેતરમાં વીજ કરંટ લાગતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું છે. બોડેલી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલકાના ઝાબ મુઢીયારી ગામમાં સાસુ વહુ ખેતરમાં ઘાસચારો વાઢવા માટે ગયા હતા, આ સમયે બાજુના ખેતરમાં વીજ કરંટ ઉતારેલો હતો, આ વાતથી અજાણ સાસુ વહુ પોતાની મસ્તીમાં રોજના જેમ ખેતરે ગયા હતા, અને આ અકસ્માતનો ભોગ બન્યા છે. આ ઘટનામાં સાસુનું સ્થળ પર જ મોત થયું છે. હાલમાં મહિલાના મૃતદેહને પીએમ અર્થે જબુગામ હોસ્પિટલમાં મોકલીદેવામાં આવ્યો છે.

    વિગતે ઘટનાની વાત કરીએ તો, ઝાબ મુઢીયારીમાં સાસુ અને વહુ ખેતરમાં ઘાસ કાપવાગયા હતા તે દરમિયાન બાજુના ખેતરના માલિક માધુભાઈ જેસંગભાઈએ ખેતરમાં વીજથાભલા પરથી વાયર દ્વારા કરન્ટ ઉતારેલો હતો, આ વાતથી સાસુ અને વહુ અજાણ હતા, અને પોતાના ખેતર ગયા હતા તે દરમિયાન સાસુ અને વહુ પોતાના ખેતરમાં અલગ અલગ જગ્યા પર ઘાસ કાપતા હતા, તે વખતે મૃતક મહિલા રયલીબેન ઘાસ વાઢતા વાઢતા ખેતરના કિનારે ગયા જ્યાં બાજુના ખેતરમાં કરંટ ઉતારવામાં આવ્યો હતો, અચાનક તેમનો હાથ ત્યાં અડી ગયો, અને હાથમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને ત્યાં જ ઢળી પડ્યા.

    વહુ દ્વારા પોલીસને આપેલા નિવેદન અનુસાર, દરરોજના ટાઈમ પ્રમાણે ખેતરે ગયા હતા, સાસુ રયલીબેન અને કુસુમબેન વિજયભાઈ અલગ અલગ જગ્યા પર ઘાસ કાપી રહ્યા હતા રયલી બેન એમના ખેતરના કિનારે ઘાસ કાપતા હતા તે દરમિયાન માધુ ભાઈ જેસીંગભાઇએ પોતાના ખેતરમાં વીજ કરંટ ઉતાર્યો હતો, તેમાં હાથ અડી જતા રયલી બેનના હાથમાંથી અચાનક ધુમાડો નીકળતા જોઈ કુસુમબેન એમને જોઇને હેબતાઈ ગયા હતા. પછી કુસુમબેનને ખબર પડતાં આતો વીજ કરંટ લાગ્યો છે, તેમણે આજુબાજુમાં બૂમો પાડતા કોઈ હાજર ના હોય ઘરે દોડી ગયા હતા અને ગ્રામજનોને જાણ કરીને કીધું હતું કે, મારી સાસુને ખેતરમાં કરંટ લાગ્યો છે, તો ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા પણ ત્યાં જોયું તો રયલીબેન મૃત હાલતમાં પડયા હતા.
    Published by:kiran mehta
    First published: