છોટા ઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

ત્રણ યુવાન મંડપ સાથે પવનમાં ઉડ્યા

બોડેલી નજીકના એક ગામમાં વાવાઝોડાના કારણે ત્રણ યુવાનો હવામાં ઉડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોને સામાન્ય ઈજા પહોંચી

 • Share this:
  સેહજબ ખત્રી, છોટાઉદેપુર : કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં કેટલીક જગ્યાએ ભર ઉનાળામાં અચાનક વાતા વાતાવરણમાં પલટો આવતા ક્યાંક વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વાવાઝો઼ડાની જેમ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એવામાં જિલ્લાના બોડેલી નજીકના એક ગામમાં વાવાઝોડાના કારણે ત્રણ યુવાનો હવામાં ઉડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનોને સામાન્ય ઈજા પહોંચી છે.

  પ્રાપ્ત માાહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કાથોલ ગામે એક પરિવારમાં લગ્ન પ્રસંગની વિધી ચાલી રહી હતી. આ દરમિયાન શુભ પ્રસંગને લઈ ઘર આંગણે મંડપ બાંધવામાં આવ્યો હતો, તે સમયે અચાનક વાવાઝોડું આવતા મંડપ ઉડવા લાગ્યો. જેમાં મંડપ બચાવવા માટે ત્રણ યુવાનોએ મંડપને પકડ્યો પરંતુ ભારે પવનમાં મંડપની સાથે ત્રણ યુવાનો પણ ઉડી નીચે પટકાયા હતા જેમાં સામાન્ય ઈજા પહોંચી હતી.

  આ પણ વાંચોરાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો

  વિગતે ઘટનાની વાત કરીએ તો, કાથોલ ગામમાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ઘરની બહાર મંડપ બાંધી લગ્ન પ્રસંગ પહેલા ગ્રહશાંતીની વિધિ ચાલી રહી હતી. બધા વિધિમાં મશગુલ હતા તે દરમિયાન અચાનક જંગલ તરફથી વાવાઝોડુ આવ્યું જેમાં મંડપ ઉડવા લાગ્યો. લગ્નમાં હાજર યુવાનોએ મંડપ ઉખડી પડી ન જાય તે માટે તેને પકડવાની કોશિશ કરી પરંતુ પવન એટલો જબરદસ્ત હતો કે, મંડપની સાથે ત્રણ યુવાનો પણ હવામાં ઉડ્યા તેમાં એક યુવાનતો ઉડી મકાનની છત પર જઈ પટકાયો હતો, તો બીજા બે મેદાનમાં પટકાયા હતા.  વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મંડપની દોરી પકડીને ઉભેલો યુવાન મંડપ સાથે હવામાં ઉડે છે. પવન એટલો જબરદસ્ત છે કે, કાગળની જેમ મંડપનું કાપડ ઉડી 20-25 ફૂટ ઊંચે ઉડી દુર જઈ પડે છે. અચાનક વાવાઝોડુ આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. લોકોએ તુરંત દોડી જઈ યુવાનોને પ્રાથમિક સારવાર આપી હતી. પવનના કારણે મંડપ પુરી રીતે ધ્વસ્ત થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
  Published by:kiran mehta
  First published: