લો બોલો...! હવે સરકારના મંત્રીએ કરી ચોમાસાની ભવિષ્યવાણી

 • Share this:
  છોટાઉદેપુર: હવામાન વિભાગ દ્વારા પહેલા જ ચોમાસુ વહેલું ચાલુ થશે તેવી આગાહી કરવામાં આવી  હતી. ત્યારે હવે રાજ્ય કક્ષાના મંત્રીએ હવે ચોમાસાની ભવિષ્યવાણી કરી છે.

  છોટાઉદેપુરના કિસાન કલ્યાણ મહોત્સવમાં બચુભાઈ ખાબડે ભવિષ્યવાણી કરી છે. અને કહ્યું છે કે આ વખતે ચોમાસુ સારૂ આવશે. આ સાથે જ કહ્યું કે અખાત્રીજના દિવસે ભુવો ધુણે તો કહી દે છે કે ખેતી કેવી થવાની છે. અને હું પણ ભુવાનો દિકરો છું. ખેડૂતોને કહ્યું કે તમે ચિંતા કરોમાં આ વખતે પાક સારો થવાનો છે. જેથી ચિંતા છોડી દો. હું પોતે ખેડૂતનો પુત્ર છું અને 50 હેકટર જમીનનો માલિક છુ અને ચંદનની ખેતી કરું છું

  અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નિવેદન સરકારના મંત્રી બચુભાઈ ખાબડે આપતા તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. મહત્વનું છે કે બચુભાઈ ખાબડ પશુપાલન મંત્રી છે. અને તેમનું આ પ્રકારનું નિવેદન હાલ વાયુ વેગે ફેલાઈ રહ્યું છે.
  Published by:Nisha Kachhadiya
  First published: