Home /News /madhya-gujarat /

છોટાઉદેપુરઃ live video, બોડેલીમાં બે વેવાઈઓ વચ્ચે પડ્યો 'ડખો', ઝઘડામાં દંડા અને ખુલ્લી તલવાર વડે હુમલો

છોટાઉદેપુરઃ live video, બોડેલીમાં બે વેવાઈઓ વચ્ચે પડ્યો 'ડખો', ઝઘડામાં દંડા અને ખુલ્લી તલવાર વડે હુમલો

સીસીટીવીની તસવીર

અલગ રહેવા જવા માટે થયેલા ઝઘડામાં સમાધાન માટે વેવાઈને બોલાવ્યા હતા. જોકે, તેઓ મામાના ઘરે પહોંચે તે પહેલા જ બંને વેવાઈઓ સામ સામે આવી જતાં મામલો બીચક્યો હતો.

    સેહજબ ખત્રી, છોટાઉદેપુર: છોટાઉદેપુર (chhotaudaipur) જિલ્લાના બોડેલીના (Bodeli) ચાર રસ્તા પાસે બે વેવાઈઓ વચ્ચેના આંતરિક ઝગડામાં દંડા અને ખુલ્લી તલવાર વડે હુમલાનો (sticks and open sword attack) બનાવ બન્યો હતો. જેના પગેલ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, આખી ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઈ હતી. આ અંગે બોડેલી પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી.

    બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે બનેલા બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે રહેતા ગુરુમુખસીંગ હજુરસીંગ સીકલીગરની દીકરી અમુતાકૌરનાં લગ્ન પંચમહાલના જાંબુઘોડા રોહિત ફળિયામાં રહેતા ખન્નાસીંગ નાનકસીંગ દુધાણીનાં દીકરા ગુરુચરણસીંગ સાથે થયેલા છે.

    જેઓ અલગ રહેવા માંગતાં હોય તેનાં કારણે ઝઘડાઓ થયેલા હતા જેથી તેના સમાધાન માટે બોલાવ્યા હતા. તેઓ મામા કમલસિંગના ઘરે પહોંચે તે પહેલા જ અલીપુરા સરકારી દવાખાના સામે બન્ને વેવાઈ  સામ સામે આવી જતા બોલા ચાલી થઈ હતી.

    આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

    આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

    બે વેવાઇઓનાં આંતરિક ઝઘડાને લઇ ડંડા અને તલવારો વડે એકબીજા પર હુમલો થયાના બનેલા બનાવની સામસામે થયેલ ફરિયાદો બાબતે બોડેલી પોલીસે બંને પાર્ટીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

    બોડેલીના ચારરસ્તા પાસે થયેલા અંદરો અંદરના ઝગડામા તલવારો નીકળતા આ વિસ્તારના લોકોમા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનયી છે કે નવસારીમાં પણ ખુલ્લી તલવાર વડે એક શીખ યુવક પોલીસ કર્મચારીને ધમકી આપતો હોવાની ઘટના પણ તાજેતરમાં બની હતી.



    આ ઘટનામાં પોલીસ કર્મચારીએ દંડા વડે યુવકના ટ્રકનો સાઈડ ગ્લાસ તોડ્યો હતો. જેના પગલે તેને ગુસ્સો આવ્યો હતો. અને ખુલ્લી તલવાર વડે પોલીસ પાસે પૈસાની માંગણી કરીને ધમકી આપતો વીડિયો વાયરલ થયો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Chhota udaipur, ગુજરાત, સીસીટીવી, હુમલો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन