છોટાઉદેપુર: કવાંટમાં સૈડી વાસણ ચોકડી પાસેથી 6 પિસ્તોલ સાથે 4ની ધરપકડ

News18 Gujarati
Updated: January 12, 2018, 10:55 AM IST
છોટાઉદેપુર: કવાંટમાં સૈડી વાસણ ચોકડી પાસેથી 6 પિસ્તોલ સાથે 4ની ધરપકડ
છોટાઉદેપુર: કવાંટમાં સૈડી વાસણ ચોકડી પાસેથી 6 પિસ્તોલ અને 42 કારતૂસ સાથે 4ની ધરપકડ.
News18 Gujarati
Updated: January 12, 2018, 10:55 AM IST
છોટાઉદેપુર: કવાંટમાં સૈડી વાસણ ચોકડી પાસે આર. આર. સેલ દ્વારા પડાયેલા દરોડામાં હથિયારો મળી આવ્યાંના સમાચાર આવ્યા છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના કવાંટમાં સૈડી વાસણ ચોકડી પાસે બાતમીને આધારે આર. આર. સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચાર શખસો પાસેથી 6 પિસ્તોલ અને 42 કારતૂસ મળી આવી છે. હથિયારા સાથે ચારેય શખસોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસમાં પકડાયેલા ચારે આરોપીઓ મોરબીના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમને હાલ ક્વાંટ પોલીસ સ્ટેશનમાં રખાયા છે.
First published: January 12, 2018
पूरी ख़बर पढ़ें
अगली ख़बर