છોટાઉદેપુરઃ પોલીસે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી નર્મદા માર્ગે આવતી દારૂ ભરેલી 3 બોટ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી ત્રણ બોટમાંથી બે ગુજરાતની અને એક મહારાષ્ટ્રની હતી. ત્રણે બોટમાંથી દારૂની કુલ 614 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
મળતી વધુ માહિતી મુજબ, ગુજરાતમાં અત્યારે દારૂ ઘુસાડવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક બાજુ, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી રહ્યા છે, બીજી બાજુ સરકાર પણ સફાળી જાગી ગઈ છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ગઈ કાલે અરવલ્લીના શામળાજીના વેણપુર પાસેથી ભારત ગેસના ટેન્કરમાંથી રૂ.12.54 લાખનો વિદેશી મળી આવ્યો હતો. છેલ્લા દોઢ મહિનામાં બીજીવાર ભારત ગેસના ટેન્કરમાંથી દારૂ મળી આવ્યાના સમાચાર છે. ગયા મે મહિનામાં ભારત ગેસના ટેન્કરમાંથી અમદાવાદના બગોદરા ટોલબૂથ પાસેથી રૂ.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આજે રાજકોટમાંથી પણ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડવાના સમાચાર મળ્યા છે.
મળેલી બાતમીને આધારે પોલીસે વોચ રાખી મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી નર્મદા માર્ગે આવે રહેલી ત્રણ બોટને અટકાવી તપાસ કરી હતી. તપાસમાં પોલીસને ત્રણે બોટમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. ત્રણમાંથી એક બોટ મહારાષ્ટ્રની અને બે ગુજરાતની હતી. પોલીસને ત્રણે બોટમાંથી કુલ દારૂની કુલ 614 બોટલ મળી આવી હતી. કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીને ક્વાંટ પોલીસ મથકમાં લાવવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર