છોટાઉદેપુર : શિક્ષક 3 માસથી પરિવાર સાથે શાળામાં જ રહે છે, બોલી કે ચાલી નથી શકતા
છોટાઉદેપુર : શિક્ષક 3 માસથી પરિવાર સાથે શાળામાં જ રહે છે, બોલી કે ચાલી નથી શકતા
બીમાર શિક્ષક
આ શાળામાં માત્ર બે જ વર્ગો છે જેમાં એકમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે બીજી વર્ગમાં આ બીમાર શિક્ષક પોતાનાં પરિવાર સાથે છેલ્લા ત્રણ મહિનાથી રહે છે.
સહેજબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુરનાં નસવાડી તાલુકાની એક પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શિક્ષકને લકવાની અસર થઇ હોવાનું દેખાઇ રહ્યું છે. તેઓ વિદ્યાર્થીઓની સામે બેસે તો છે પરંતુ તેમનાથી કાંઇ બોલી નથી શકાતું કે ચાલી નથી શકાતુ. તેઓ શાળામાં જ સૂઇ જાય છે અને બેસી રહે છે. ન્યૂઝ18 ગુજરાતીએ આ અહેવાલ જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને દર્શાવ્યો ત્યારે તેમને આ અંગે જાણ થઇ. જોકે અમારા માધ્યમથી જાણ થતા તેમણે તપાસનાં આદેશ આપ્યાં છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરનાં નસવાડી તાલુકાની એક પ્રાથમિક શાળામાં ધો.1થી 5નાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ શાળામાં માત્ર બે જ વર્ગો છે જેમાં એકમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે બીજી વર્ગમાં આ બીમાર શિક્ષક પોતાનાં પરિવાર સાથે છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. આ શિક્ષકને લકવાની અસર છે. આ અંગે શિક્ષકે તેમની બીમારીની પણ રજૂવાત પણ કરી છે.
ડીઇઓએ આપ્યાં તપાસનાં આદેશ
આ બીમાર શિક્ષક જ્યારે પોતાની નાદૂરસ્ત તબિયત હોવાછતાં તેઓ શાળામાં આવી રહ્યાં છે. ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી, બી.ડી. બારિયાએ તપાસનાં આદેશ આપ્યાં છે. તેમણે કહ્યું કે, આ અંગે મને હાલ કોઇ જાણ નથી. પરંતુ આવું કંઇપણ હશે તો આ શિક્ષકને ફરિજીયાત મેડિકલ રજા આપવામાં આવશે. આ બાદ તેઓ જ્યારે મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર લાવશે ત્યારબાદ ફરીથી નોકરીમાં જોડાવવાનું કહીશું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર