સંબંધ મરી પરવાર્યા? કાકાએ જ માનસિક અસ્વસ્થ ભત્રીજી પર અનેકવાર આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

પ્રતિકાત્મક તસવીર

પીડિતાના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કાકાને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યો.

 • Share this:
  સેહજાબ ખત્રી, છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનસિક અસ્વસ્થ ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ ખેતરમાં કામના બહાને લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. જેથી માનસિક અસ્વસ્થ ભત્રીજીએ નવજાતને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. પીડિતાના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કાકાને થોડા જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનાં એક ગામમાં માનસિક અસ્વસ્થ યુવતી તેના પરિવાર સાથે જ રહેતી હતી. 27 વર્ષીય આ યુવતી ભલે માનસિક અસ્વસ્થ હતી પરંતુ તેને કોઈપણ કામ કહો તે હોંશે હોંશે કરી આપતી અને તેના આ સ્વભાવને કારણે કુટુંબ અને ફળીયાના લોકો તેને કંઇકને કંઇક કામ સોંપતા. તેના આ સ્વભાવને લઈ તેના પિતાના ફોઈના દીકરા પ્રવીણ રાઠવા એટલે કે યુવતીના કૌટુંબિક કાકા તેને અવાર નવાર ખેતરમાં કામ માટે લઇ જતા હતા. પરિવારને એમ કે કાકા છે, કામ માટે બોલાવી જાય છે ખેતરમાં કામ કરતાં કરતાં કાકા પ્રવીણની દાનત આ માનસિક અસ્વસ્થ ભત્રીજી ઉપર બગડી અને તેણે ભત્રીજીની મંદ બુદ્ધિનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. પરંતુ પીડિતા મંદ બુદ્ધિની હોવાને લઈ તેણે આ બાબતે કોઈને કંઇ કહ્યું નહીં. ત્યારબાદ આ હવસખોર કાકાની હિંમત વધી ગઇ.

  Unlock-5: 7 મહિના બાદ આજથી ખુલી રહ્યા છે સિનેમા હૉલ, મૂવી જોતાં પહેલા જાણી લો આ નિયમ

  હવસખોર આધેડ કાકાને એમ હતું કે તેની આ કરતૂતની ક્યારેય કોઈને ખબર નહીં પડે. જેથી તે અવાર નવાર તેને પોતાના ખેતરે લઈ જતો અને પોતાની હવસનો શિકાર બનાવતો. પરંતુ કહેવાય છે ને કે પાપ એક દિવસ છાપરે ચડીને પોકારે છે. દુષ્કર્મ આચર્યા બાદ માનસિક અસ્વસ્થ આ યુવતીનું પેટ વધવા લાગ્યું ત્યારે તેના માતા પિતાએ તેની આરોગ્ય તપાસ કરાવતા તે સગર્ભા હોવાની જાણ થતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પોતાની માનસિક અસ્વસ્થ દીકરી સાથે કોણે આ કુકર્મ કર્યું હશે તેની ચિંતા તેમણે થવા લાગી.

  વીકએન્ડમાં ગુજરાતમાં જ ફરવા જવું હોય તો ખુલી રહ્યું છે ગીર અભયારણ્ય, નિયમોનું કરવું પડશે પાલન

  માનસિક અસ્વસ્થ દીકરીને આ વિષે તેઓ પૂછે તો કઈ રીતે પૂછે તે એમના માટે મોટો પડકાર હતો. આખરે પીડિતાની માતાએ તેને તેની સૂઝબૂઝથી પીડિતા પાસેથી આ વિષે પૂછપરછ કરી હતી. પોતાના જ ફળિયામાં રહેતો અને પીડિતાના ફોઈનો દીકરો પ્રવીણ રાઠવા જ તેનો ગુનેગાર હોવાનું સામે આવ્યું. આ દરમિયાન પીડિતાએ એક નવજાતને જન્મ આપ્યો તો પોતાની દીકરીને ન્યાય પણ અપાવવો જરૂરી છે. તેમ વિચારી પીડિતાના પિતાએ નવજાતના જન્મના બે દિવસ બાદ કવાંટ પોલીસમાં પોતાના કૌટુંબિક ભાઈ પ્રવીણ રાઠવા સામે ફરિયાદ નોધાવી હતી.

  ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાજ નરાધમ પ્રવીણ રાઠવાને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ પોલીસે આ જઘન્ય દુષ્કર્મના આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની સાથે તેનું મેડિકલ અને સાથે નવજાત ના ડીએનએ ની તપાસ કરાવી આરોપીના ગુનાના પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: