Home /News /madhya-gujarat /ડાકણ હોવાનો વહેમ રાખી ભત્રીજા વહુએ કાકી સાસુનું કાસળ કાઢ્યું, કાંડા કાપી મારતાં મારતાં ઘર આંગણે લઇ ગઇ

ડાકણ હોવાનો વહેમ રાખી ભત્રીજા વહુએ કાકી સાસુનું કાસળ કાઢ્યું, કાંડા કાપી મારતાં મારતાં ઘર આંગણે લઇ ગઇ

વહુએ કાકી સાસુની ક્રુરતાપૂર્વક હત્યા કરી (પ્રતિકાત્મક તસવીર)

Crime News : છોટા ઉદેપુરમાં ખડખડ ગામે ડાકણના વહેમમાં વહુએ કાકી સાસુની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી. થોડા મહિના અગાઉ પોતાની 14 વર્ષીય પુત્રી ગુજરી ગઈ હતી. જેને ભરખી ગઈ હોવાનો વહેમ રાખી ભત્રીજા વહુએ કાકી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે.

વધુ જુઓ ...
    સેહજબ ખત્રી, છોટા ઉદેપુર : આદીવાસી બહુય્લ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં અંધશ્રદ્ધાને લઈ અવાર નવાર ચોંકાવનારા બનાવો બનતા રહેતા હોય છે. અને કેટલાય નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામે રહેતી અને અંધશ્રદ્ધામાં રાચતી ભત્રીજા વહુએ જ કાકી સાસુની ડાકણ હોવાના વહેમના પગલે ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી.

    આ પણ વાંચો :સુરત બન્યું ક્રાઇમ સીટી : અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યા, તીક્ષ્ણ હથિયારો વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

    કાકી સાસુ ડાકણ હોવાનો મહિલાને હતો વહેમ


    છોટાઉદેપુર જિલ્લાના ખડખડ ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામમાં હિંગલી બેન રાઠવા નામની 65 વર્ષીય વિધવા મહિલા રહેતી હતી. ચાર દીકરીઓના લગ્ન કરવી દીધા બાદ તે એકલવાયું જીવન ગુજરાતી હતી. તેને સંતાનમાં દીકરો ના હોય અને પતિનું મરણ થતાં, જે થોડી ઘણી જમીન હતી તેમાં ખેતી કરી તે પોતાનું જીવન ગુજરાતી હતી. હિંગલી બેન પર તેનીજ ભત્રીજા વહુ રંગલી બેન રાઠવાએ આરોપ લગાવ્યો હતો કે તે ડાકણ છે. થોડા મહિના અગાઉ તેની 14 વર્ષીય પુત્રીનું કોઈ કારણસર મોત નીપજયું હતું. રંગલીના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે હિંગળી બેન એક ડાકણ છે અને તે તેની દીકરીને ભરખી ગઈ છે . બસ આ વાતને લઈ તે વારંવાર તેના સાથે ઝગડા કરતી અને તેને ચેનથી રહેવા દેતી ન હતી. રંગલીના ડરથી હિંગલી અલગ અલગ જગ્યાએ રહેવા લાગી. પરંતુ બીજી બાજુ રંગલી તેને મોતને ઘાટ ઉતારી દેવા માટે મોકો શોધી રહી હતી .

    આ પણ વાંચો : પ્રેમ સબંધમાં આડીખીલી રૂપ પિતાનું કાઢ્યું કાળસ, સગીર પુત્રીએ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા

    હેવાન બનેલી મહિલાએ કાકી સાસુના કાંડા કાપી નાંખ્યા


    શુક્રવારે સવારે તે નજીકમાં આવેલ હેન્ડ પંપ પર પાણી ભરવા ગઈ હતી. લોકોની અવર જવર ન હોવાના કારણે નજીકમાં સંતાયેલ રંગલી અચાનક હિંગળી બેન પર પાળિયા વડે ઉપરા છાપરી વાર કરવા લાગી. તેણે માથા અને છાતીના ભાગે અનેક વાર કર્યા. રંગલી પર એવો શેતાન સવાર થયો હતો કે તે શું કરી રહી છે તેનું તેને ભાન ના હતું. તેણે પાળિયા વડે હિંગળી બેનના હાથ પણ કાપી નાખ્યા હતા અને મારતાં મારતાં ઘરઆંગણે લઈ ગઈ હતી. જીવલેણ એવાં તેને આઠ જેટલા વાર કરતાં ઘટના સ્થળ પર જ હિંગલી રાઠવાનું કમકમાટી ભેર મોત નીપજયું હતું. લોકો ત્યાં પહોચે તે પહેલા હિંગળી રાઠવાનું પ્રાણ પંખેડુ ઊડી ગયું હતું .

    પોતાની જ કાકી સાસુ હિંગલી રાઠવાની હત્યારણ બનેલી ભત્રીજા વહુ રંગલી રાઠવા કાકી સાસુ ને મોત ને ઘાટ ઉતારી ત્યાંથી ભાગી ગઇ હતી. જોકે આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ એક્શનમાં આવી હતી અને રંગલી રાઠવાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Chhota udepur, Crime case, Crime City, Crime news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन