છોટાઉદેપુરના ભાજપના આ નેતા જાહેર કાર્યક્રમમાં લથડિયા ખાતા દેખાયા, નશામાં ધૂત હોવાની ચર્ચા, જુઓ વીડિયો
છોટાઉદેપુરના ભાજપના આ નેતા જાહેર કાર્યક્રમમાં લથડિયા ખાતા દેખાયા, નશામાં ધૂત હોવાની ચર્ચા, જુઓ વીડિયો
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર
Gujarat Latest news: છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સ્ટેજ પર હાજર તમામ નેતાઓની હાજરી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો આ વીડિયોએ હાહાકાર મચાવી દીધો છે.
છોટાઉદેપુર : ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના (Draupadi Murmu) સન્માનમાં છોટાઉદેપુરમાં (Chhota udepur viral video) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી નિમિષાબેન સુથાર (Nimishaben Suthar) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા (Rashmikant Vasava) સહિત અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. તે સમયનો વીડિયો હાલ આખા ગુજરાતમાં વાયરલ થઇ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ રશ્મિકાંત વસાવા નશામાં ધૂત હોવાનો એક વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જાહેર કાર્યક્રમમાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રશ્મિકાંત વસાવા લથડિયા ખાતા દેખાઇ રહ્યા છે. તેમને ચાલવા માટે અન્ય વ્યક્તિ સહારો આપતા પણ દેખાઇ રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો વીડિયો વાયરલ થયો છે. તેઓ એક કાર્યક્રમમાં આમંત્રિત હતા. જ્યાં તેઓ નશો કરેલી હાલતમાં લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સ્ટેજ પર હાજર તમામ નેતાઓની હાજરી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો આ વીડિયોએ હાહાકાર મચાવી દીધો છે.
આ અંગે જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે, તેઓ લથડિયા કેમ ખાતા હતા? ત્યારે રશ્મિકાંત વસાવાએ લથડિયા અંગે જવાબ આપ્યો હતો કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થતી હતી. જ્યારે બીજી બાજુ આ વીડિયો તેમની હકીકતને વાચા આપી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ રશ્મિકાંત વસાવા નશામાં ધૂત હોવાનો એક વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો
જાહેર કાર્યક્રમમાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રશ્મિકાંત વસાવા લથડિયા ખાતા દેખાયા
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં અનપ્લગ્ડ કેફેની બહાર લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (Lucknow Viral Video) આ વીડિયોમાં એક યુવક અને યુવતી કેફેની બહાર હાથાપાઈ કરતા જોવા મળે છે. આ વીડિયો ગુરુવારે મોડી રાતનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને યુવતીઓએ નશામાં ધૂત થઈને ધમાલ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરી અને છોકરો પાર્ટી કરવા કેફે પહોંચ્યા હતા. બંને નશામાં હોવાનું લાગી રહ્યું છે. આ દરમિયાન તેમની વચ્ચે કંઈક બાબતે ઝઘડો થયો હતો. (Drunken Girl fighting with boy) આ પછી બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. જેમાં છોકરી છોકરાને મારી રહી હતી. આ આખી ઘટના કેફેની બહારના સીસી ટીવીમાં રેકૉર્ડ થયી હતી. (આ અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર