છોટાઉદેપુર: જાત મહેનત ઝિંદાબાદ, ગામના લોકોએ ડુંગર તોડીને બનાવ્યો રસ્તો

News18 Gujarati
Updated: May 10, 2019, 12:28 PM IST
છોટાઉદેપુર: જાત મહેનત ઝિંદાબાદ, ગામના લોકોએ ડુંગર તોડીને બનાવ્યો રસ્તો
તરખેડા ગામમાં લોકોએ ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો છે

આ વાસ્તવિક ઘટના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા તરખેડા ગામમાં જોવા મળી

  • Share this:
શહેજાબ ખત્રી, છોટઉદેપુર: સરકાર દ્વારા પ્રાથમિક સુવિદ્યાઓ પૂરી પાડવામાં ન આવે તો લોકો પોતાની જાત મહેનતે પણ સગવડ ઊભી કરી લેતાં હોય છે. આ પ્રકારનો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છોટા ઉદેપુરના તરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવન જરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો છે.

ત્રણ રાજ્યની સરહદે આવેલું છે આ ગામ

આ પ્રકારની ઘટનાઓ લગભગ ફિલ્મ્સમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વાસ્તવિક ઘટના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા તરખેડા ગામમાં જોવા મળી. લોકો પ્રાથમિક સુવિદ્યાઓ માટે સરકારને આજીજી કરતાં હોય છે, પરંતુ જો સરકાર દ્વારા જ આંખ આડા કાન કરી લેવામાં આવે તો લોકો પોતાને દમે માર્ગ શોધી લેતાં હોય છે.

બાળકો, મહિલા અને વૃદ્ધોએ પાડ્યો પરસેવો

છોટાઉદેપુરનો તુરખેડા ગામમાં પાણી સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે ગામની બહાર નીકળવાનો રસ્તો ન હતો. આવામાં ગામના પુરુષો, મહિલાઓ, બાળકો સહિત વૃદ્ધોએ સતત એક મહિના સુધી પરસેવો પાડી ડુંગર તોડી રસ્તો બનાવ્યો છે. ગામજનોની મહેનત રંગ લાવી છે અને તેમણે આ કામ કરી ફરી દાખલો આપ્યો છે કે, ચોક્કસ નિશ્ચય સામે કોઇ વસ્તુ અશક્ય નથી.

Loading...

રજૂઆતો છતાં સરકારે ન આપી મંજૂરી

આ મામલે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાનું કહેવું છે કે, તુરખેડા ડુંગર વિસ્તારમાં આવેલ છે. એના માટે જિલ્લા અને તાલુકા પંચાયતમાં રસ્તા માટે દરખાસ્ત મૂકી છે. પરંતુ ત્યાં મશીનરી લઇ જઇ શકાય તેવી પરિસ્થિતિ નથી. જો નાના કદના મશીન હોય તો ત્યાં લઇ જઇ શકાય. તેના માટે સરકારમાં દરખાસ્ત મૂકી છે. હજુ સુધી સરકાર તરફથી તેની મંજૂરી મળી નથી.

'સરકાર માત્ર આદિવાસીઓના વિકાસની વાતો જ કરે છે'

નારણ રાઠવાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, સરકાર માત્ર આદિવાસીઓના વિકાસની વાતો જ કરે છે. પીવાનું પાણી, સિંચાઇનું પાણી, રસ્તા સહિતની પાયાની સુવિદ્યા આપવાની જવાબદારી સરકારની છે. તે જવાબદારીમાંથી છટકે છે. લોકોને નિયમો બતાવી કામ કરતાં નથી. સરકાર ઘણી ગ્રાન્ટ આપે છે, પરંતુ તે રીતે તેનું કામ થતું નથી.
First published: May 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...