છોટાઉદેપુર : મંદિરનાં મહંતે ગળેફાંસો ખાઇને કરી આત્મહત્યા

મંદિરનાં મહંત

મંદિરનાં પરિસરના મકાનમાં અગમ્ય કારણોસર પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી છે.

 • Share this:
  સહેજાબ ખત્રી, છોટાઉદેપુર : છોટાઉદેપુરનાં પાવી જેતપુર તાલુકાનાં તંબોલિયા કબીર મંદિરનાં મહંત વિનય સાહોબે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મતી ગયો છે. મંદિરનાં પરિસરના મકાનમાં અગમ્ય કારણોસર પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી છે. પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે તંબોલિયા ગામના કબીર મંદિરનાં મહંત વિનય સાહેબ મૂળ ઝારખંડનાં રહેવાસી હતા. દોઢ વર્ષથી આ મહંત અહીં પૂજા અર્ચના કરતા હતાં. તેમણે ગઇકાલે સાંજે મંદિરનાં પરિસરનાં મકાનમાં જ ગળે ફાંસો ખાઇને આપધાત કરી લીધો છે. જોકે, આ આત્મહત્યા કરવા પાછળનું કોઇપણ કારણ હજી સામે આવ્યું નથી. હાલ પાવી જેતપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  ગામ લોકોનાં ટોળેટોળા ભેગા થયા


  આ આપધાતની જાણ થતાની સાથે આખું ગામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આખા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published: