Home /News /madhya-gujarat /છોટાઉદેપુર: ઓરસંગ નદીના પૂરમાં ફસાયો વ્યક્તિ, ધસમસતા પ્રવાહ વચ્ચે પથ્થરનો સહારો

છોટાઉદેપુર: ઓરસંગ નદીના પૂરમાં ફસાયો વ્યક્તિ, ધસમસતા પ્રવાહ વચ્ચે પથ્થરનો સહારો

ઓરસંગ નદીના પૂરમાં એક વ્યક્તિ ફસાયો છે

Chhota Udaipur Orsang river: હાલ આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને નદીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યૂ હાથ ધરવામાં આવી રહ્યું છે

છોટાઉદેપુર: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે જ લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, ઓરસંગ નદીના પૂરમાં એક વ્યક્તિ ફસાયો છે. હાલ આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને નદીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યૂ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ વ્યક્તિ લગભગ એક કલાક કરતાં વધારે સમયથી નદીના પ્રવાહમાં ફસાયેલો છે. તે જીવ બચાવવા માટે એક પથ્થરનો સહારો લીધો છે. તે એક પથ્થર ઉપર બેસી રહ્યો છે અને મદદની રાહ જોઇ રહ્યો છે, ત્યારે રેસ્ક્યૂની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, નદીના પટમાં અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતાં આ વ્યક્તિ ફસાઇ ગયો હતો. અચાનક જ પ્રવાહ વધી જતાં તેને પટમાંથી બહાર નીકળવાનો સમય મળ્યો નહોતો.


આ પણ વાંચો: બનાસકાંઠાના આ ગામમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત, નહીં તો થશે દંડ

ઓરસંગ નદી પાસે બનેલા ચેક નજીકની આ ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક જ પાણી પ્રવાહ વધી જતાં વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે પાસેના એક મોટા પથ્થર ઉપર ચઢી ગયો હતો. આસપાસના લોકોનું ધ્યાન જતાં તેમણે નગરપાલિકાની ટીમને જાણ કરી હતી. ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલ વ્યક્તિને બચાવવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઇને ઓરસંદ નદીમાં ઘોડા પૂર આવ્યો છે. જેના લીધે નદીનો પ્રવાહ અચાનક જ વધ્યો હતો. નદીમાં ફસાયેલ વ્યક્તિ છોટાઉદેપુરના પેલેસ રોડ પર રહેતા રણજીતભાઇ રાઠવા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ પશુ ચરાવવા માટે ગયા હતા અને પરત ફરતાં આ સમગ્ર ઘટના બની છે.
First published:

Tags: Flood, Gujarat News, Rescue

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો