છોટા ઉદેપુરઃપ્રાથમિક સુવીધાઓ મુદ્દે પાલિકાનો ઘેરાવો, ચીફ ઓફિસરે ભાગવું પડ્યું

છોટા ઉદેપુરઃ બે મહિના થી ખોદી રખાયેલ રસ્તો નહિ બનતા છોટાઉદેપુર નગરના વોર્ડ નં 7 ની મહિલાઓ એ ચીફ્પ્ફીસર નો ઘેરાવ કરી પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, નગરજનોને યોગ્ય પ્રય્તુત્તર આપવાને બદલે ચીફ ઓફીસર પોલીસ ની મદદ લઈ રફુચક્કર થઈ ગયા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુરઃ બે મહિના થી ખોદી રખાયેલ રસ્તો નહિ બનતા છોટાઉદેપુર નગરના વોર્ડ નં 7 ની મહિલાઓ એ ચીફ્પ્ફીસર નો ઘેરાવ કરી પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, નગરજનોને યોગ્ય પ્રય્તુત્તર આપવાને બદલે  ચીફ ઓફીસર પોલીસ ની મદદ લઈ રફુચક્કર થઈ ગયા હતા.

1લી મે ગુજરાત સ્થાપના દીન અંતરગત છોટાઉદેપુર નગરમા અનેક રસ્તાઓ નવા બનાવાયા હતા, જોકે ચીફ ઓફીસરના અનઘડ વહીવટ ને કારણે નવાપુરા અને પેલેસ રોડ બનાવવાનુ  કામ અધુરુ રહી જવા પામ્યુ હતુ, રહેણાંક વિસ્તારમા છેલ્લા બેમહિનાથી ખોદાયેલ રોડ ઉપર વાહન લઈને જવુ તો થીક ચાલવુ પણ અઘરુ બનતા અનેક મુશ્કેલીઓ વેઠી રહેલા રહીશો ત્રાહિમામ બન્યા હતા, અને આજે વિસ્તાર ની મહિલાઓ નગર પાલિકા ની મહિલા ચીફ ઓફીસરને રજુઆત કરવા પહોંચી હતી , જોકે મહિલા ચીફ ઓફીસર તરફ્થી રસ્તો કયારે બનાવાશે નો સવાલ કરતી મહિલાઓને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા મહિલાઓએ ચીફ ઓફીસર નો ઘેરાવ કર્યો હતો અને પાલિકા કચેરીમા જ અડીંગો જમાવી યોગ્ય જવાબ ન મલે તો તાળાબંદી કરવાની ચીમકી ઉચ્ચારી હતી,

મહિલાઓ ની રસ્તો બનાવવાની રજુઆત બાબતે કાંઈપણ કહેવાનો ચીફ ઓફીસરે ઈંકાર કર્યો હતો અને મહિલાઓનો આક્રોસ ને જોતા ચીફ ઓફીસરે પોલીસ બોલાવી હતી અંને રજુઆત માટે આવેલી મહિલાઓને યોગ્ય જવાબ આપ્યા વિના પોલીસ ની મદદ લઈ પોલીસ ગાડીમા બેસી ને રફુચક્કર થઈ ગઈ હતી.આ સમયે મહિલાઓએ પોલીસ ની ગાડીમા જતા પન રોકવાનો પ્રયાસ કર્યો હતો.

First published: