છોટા ઉદેપુરમાં નદીપરાના જર્જરીત પુલો પર અકસ્માતની ભિતી, તંત્રના આખ આડા કાન

News18 Gujarati | Pradesh18
Updated: February 12, 2016, 8:31 AM IST
છોટા ઉદેપુરમાં નદીપરાના જર્જરીત પુલો પર અકસ્માતની ભિતી, તંત્રના આખ આડા કાન
છોટા ઉદેપુરઃ થોડા દીવસ પુર્વે નવસારીમા પુલની નબળી રેલીંગને તોડી બસ નદીમા ખાબકતા 40 થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યાની ગોઝારી ઘટના બની હતી , જે ને લઈ ઈ ટીવી એ છોટાઉદેપુર જિલ્લામા આવેલા પુલોનુ નીરીક્ષણ કરતા ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated: February 12, 2016, 8:31 AM IST
  • Share this:
છોટા ઉદેપુરઃ થોડા દીવસ પુર્વે નવસારીમા પુલની નબળી રેલીંગને તોડી બસ નદીમા ખાબકતા 40 થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યાની ગોઝારી ઘટના બની હતી , જે ને લઈ ઈ ટીવી એ છોટાઉદેપુર જિલ્લામા આવેલા પુલોનુ નીરીક્ષણ કરતા ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે.

cht03

છોટાઉદેપુર જિલ્લામા આવેલા પુલોનુ ઈ ટીવી દ્વારા સર્વેક્ષણ કરાતા જિલ્લામા એવા અનેક જર્જરીત પુલ ના ચોંકાવી દેવા દ્ર્શ્યો સામે આવ્યા છે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગર મા પ્રવેશ પુર્વે આવેલો આ છે વર્ષો જુનો પુલ . કવાંટ નગર મા આવતા તમામ નાના મોટા લોડીંગ અને મુસાફર વાહનો આ પુલ ઉપર્થીજ પસાર થાય છે, પરંતુ આ પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહંચાલકોને એ વાત ની  જરાય ખબર નથી કે તેઓ જે પુલ ઉપથી પસાર થઈ રહ્યા છે તે કેટલો જોખમી છે,   આ પુલ ની બંન્ને બાજુ રેલીંગ બનાવવામા નથી આવી, અને રેલીંગ ની જગ્યાએ જે જુના નાના પીલરો છે તેપણ મોટાભાગ ના તુટી જતા પુલ ની બંને સાઈડો ખુલ્લી થઈ ગઈ છે, એવાત તો જોખમી છે.

cht02

પરંતુ એનાથી વધુ જોખમી છે આ પુલના નીચેના પાયાના પીલ્લરો, કેજે અડધાથી વધુ ખવાઈ જઈ ખુલ્લા થઈ ગયા છે, આપ દ્રશ્યો મા સ્પ્ષ્ટ જોઈ શકો છો કે આટલી હદે જર્જરીત બનેલા  અને ખુલ્લા થઈ ગયેલા પીલ્લરોવાળા પુલ ઉપરથી  આજે પણ રોજીંદા હજારો વાહન ચાલકો અને રાહ્દારીઓ અવર જવર કરી રહ્યા છે, પુલ ઉપર કે પુલના છેડા ઉપર લાઈટ ની કોઈજ વ્યવ્સ્થા નથી જેથી રાત્રી દરમિયાન આ પુલ ઉપર્થી પસાર થવુ કેટલુ જોખમી છે,જોકે તંત્ર દ્વારા આ પુલ ઉપર કોઈજ પ્રકાર ની ચેતવણી કે આ પુલ ઉપર્થી ભારદારી વાહનો ને પસાર નહિ થવા અંગે ની કોઈજ સુચના નિર્દેશ બોર્ડ મુકવામા આવ્યા નથી.

cht01 

જેથી તમામ વાહન ચાલકો અહિથી બીન્ધાસ્ત રીતે પસાર થાય છે. આમેય રાજયના છેવાડે  આવેલા આ આદીવાસી પુર્વ પટ્ટી વિસ્તારમા લોકો એસ ટી બસ ની અપુરતી સુવિધાને લઈ ખાનગી વાહનો મા જોખમી મુસાફરી તો કરેજ છે , તેવામા આવા જોખમી પુલ તેમના જીવન ને વધુ જોખમી બનાવી દે છે.

આતો થઈ  માત્ર રોડ રસ્તા ઉપર આવેલા પુલ ની પણ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલ કે જેમા બારેમાસ પાની વહેતુ રહે છે ,તેના ઉપર બનાવાયેલ રેલ્વે ના પુલ ની કોઈજ પ્રકારની રેલીંગ બનાવાયેલી નથી.ત્યારે ઈ ટીવી એ હાથ ધરેલા સર્વેક્ષણ ની જાણ થતાજ સફાળા જાગેલા વહી તંત્ર એ જિલ્લા ના આવા પુલો અંગે ની માહિતિ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનુ જિલ્લા કલેકટર જણાવી રહ્યા છે.
First published: February 12, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading