છોટા ઉદેપુરમાં રૂપિયા કમાવવા કિમિયોઃ સ્વીફ્ટ કારમાં અપટુડેટ થઇને આવતા હતા બકરા ચોરવા

છોટા ઉદેપુરઃ પૈસા કમાવવા તસ્કરો હવે બકરા ચોરી તરફ વળ્યા છે.રસ્તામા ફરતા બકરાને ઉઠાવી કારમા નાંખી લઈ જઈ કમાણી કરતા હતા. આવી ચોરીની ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સામે આવી છે જ્યા છેલ્લા ઘણા સમયથી બકરા ગુમ થવાની ઘટનાને પગલે ગામ લોકોએ ગોઠ્વી બકરા ચોરોને સ્વીફ્ટ કારમાં લઇ જતા શખ્સોને પોલીસ હવાલે કર્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુરઃ પૈસા કમાવવા તસ્કરો હવે બકરા ચોરી તરફ વળ્યા છે.રસ્તામા ફરતા બકરાને ઉઠાવી કારમા નાંખી લઈ જઈ કમાણી કરતા હતા. આવી ચોરીની ઘટના  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સામે આવી છે  જ્યા છેલ્લા ઘણા સમયથી બકરા ગુમ થવાની ઘટનાને પગલે ગામ લોકોએ ગોઠ્વી  બકરા ચોરોને સ્વીફ્ટ કારમાં લઇ જતા શખ્સોને પોલીસ હવાલે કર્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામમા હાઈફાઈ કારમા આવી બકરાની તસ્કરી રહેલા બે શખ્સો ને ગામલોકોએ રંગે હાથ ઝડપી પાડયા હતા,અને પોલીસ ને જાણ કરી હતી. ઝડપાયેલા બકરા ચોરો ઉપર રોષે ભરાયેલા ગામલોકોએ પોલીસ આવે તેવ પુર્વેજ બંને બકરા ચોરો ઉપર રોષ ઠાલતા બંનેની બરાબર ધોલાઈ કરી હતી , જોકે નસવાડી પોલીસ આવીજતા આ તસ્કરોને  વધુ મારથી બચાવી પોલીસે  બંન્ને ને નસવાડી પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી  નસવાડી તાલુકા ના તણખલા તથા આસ્પાસ ના ગામોમાથી બકરા ગુમ થવાની ફરીયાદ ઉઠવા પામી હતી.છેલ્લા એક સપ્તાહ મા 50 થી વધુ બકરા ગુમ થતા પશુ પાલકો વિમાસણમા મુકાયા હતા, અને કેટલાક પશુપાલકોએ તો પોતાના બકરા ઘર આંગણે  બાંધી રાખવા મજબુર બન્યા હતા. સતત ગુમ થઈ રહેલા પશુઓને લઈ ગામલોકો પણ મુંઝવણ મા હતા કે આખરે બકરા જાય છે ક્યા??? કોણ લઈ જાય છે બકરા???  પલક ઝપકતા પલભરમા રસ્તે ચરતા બકરા આખરે કેવી રીતે ગુમ થાય છે??? શુ છે તેની હકીકત??? આંતરે દીવસે બકરા ગુમ થવાની વાત ને લઈ ચિંતિત નસવાડી તાલુકાના લોકોએ એક્ઠા થઈ નક્કી કર્યુ આ ઘટનાનો ભેદ ઉકેલવો પડશે.

ત્યારે પકડાયેલા બે તસ્કરો અપટુડેટ કપડામા સજ્જ થઈ સારી હાઈ ફાઈ કાર લઈ રેકી કર્યા બાદ બકરા ઉઠાવવાની ફિરાક મા રહેતા અને મોકો મળતાજ બકરાને ઉંચકી સ્વીફ્ટ કારમા નાંખી રવાના થઈ જતા અને ત્યારબાદ બકરાને ઉંચી કિંમત મા વેચી તગડી કમાણી કરી લેતા હતા, પરંતુ આ વખતે તેઓ બકરાને ઉઠાવવા જતા ગામલોકો ના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે.અપટૂડેટ લીબાસમા સજ્જ થઈ સ્વીફ્ટ કારમા બકરાની ઉઠાંતરી કરવા આવેલા બે શખ્સો ને તનખલાના ગામના લોકોએ ઝડપી પાડી બરાબર મેથી પાક ચખાડ્યો અને ત્યાર બાદ પોલીસને સોપ્યા હતા.
First published: