છોટાઉદેપુર : ઘરકંકાસથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની-દીકરાને કૅનાલમાં ધકેલી દેતાં મોત

News18 Gujarati
Updated: September 20, 2019, 12:03 PM IST
છોટાઉદેપુર : ઘરકંકાસથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની-દીકરાને કૅનાલમાં ધકેલી દેતાં મોત
મૃતક જયા અને દીકરા દક્ષરાજની ફાઇલ તસવીર

બાઇક કૅનાલ ઉપર ઊભું રાખી અને પત્ની અને દીકરાને ધસધસતાં વહેણમાં ધકેલી દીધા

  • Share this:
સેહજબ ખત્રી, છોટાઉદેપુર : વ્યક્તિના મગજમાં ક્રૂરતા સવાર થાય તો તે બધા જ ભાન ભૂલી જઈને તમામ હદો પાર કરી દે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં સામે આવ્યો છે જેમાં પતિએ પોતાની પત્ની અને દીકરાને નર્મદા કૅનાલમાં ધકેલી દઈને મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ કમકમાટીભર્યો બનાવ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઝાંખરપુરા નજીક બન્યો છે.

પત્નીને પિયર લઇ જવાનું કહીને પતિએ પત્ની અને દોઢ વર્ષના દીકરાને બાઇક પર લઈ ગયો હતો. રસ્તામાં કૅનાલ બ્રિજ બાઇક ઊભું રાખીને પત્ની અને દીકરાને ધક્કો મારીને કૅનાલમાં ધકેલી દીધા હતા. મૃત પરિણીતાનો મૃતદેહ વાઘોડિયાના સરણેજ ગામેથી મળી આવ્યો હતો, જ્યારે બાળકની શોધખોળ હજી ચાલુ છે. બીજી તરફ, પોલીસે કાર્યવાહી કરતાં હત્યારા પતિની ધરપકડ કરી લીધી.

પત્ની અને દીકરાને ધસધસતાં વહેણમાં ધકેલી દીધા

અહેવાલો મુજબ, બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમારનાં લગ્ન વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામની જયા સાથે થયા હતા. તેમને બે સંતાનોમાં સિદ્ધાર્થ (ઉંમર 13) અને દક્ષરાજ (ઉંમર દોઢ વર્ષ)ના બે દીકરા હતા. 16 સપ્ટેમ્બરની સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો. પત્ની જયા અને દોઢ વર્ષનાં દીકરા દક્ષરાજને લઈને નીકળ્યો હતો. બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઊભું રાખ્યું હતું. આ સ્થળે તેણે પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણીનાં ઊંડા વહેણમાં ફેંકી દીધા હતા. આ ઘટના બાદ ગુલાબ પરમાર પોતાના ઘરે જતો રહ્યો હતો.

આ પણ વાંચો, કાલોલમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઊઠકબેઠક કરાવનાર PSI સસ્પેન્ડ

ઘરકંકાસનો કરુણ અંજામતે દિવસે સાંજે ગુલાબનાં પિતાએ જયાનાં પિતા દોલતસિંહને ફોન કરીને કહ્યું કે ગુલાબ, જયા અને દક્ષરાજને લઇને બાઇક પર નીકળ્યો છે. ત્યાં આવ્યા છે? તો જયાનાં પિતાએ ના પાડી હતી. તેઓને ચિંતાના વાદળો ઘેરી વળ્યાં હતા. જેથી બીજા દિવસે 17 સપ્ટેમ્બરે જયાનાં પિતા, કાકા અને ભાઈ તમામ ભોરદા ગયા હતા. જયા અને પુત્ર વિશે પૂછ્યું, તો ગુલાબ સ્પષ્ટ જવાબ આપતો ન હતો. ત્યારે પોલીસ પાસે લઈ જવાનું કહીને ગાડીમાં બેસાડ્યો હતો. ગુલાબે પત્ની અને પૂત્રને જે જગ્યાએથી ધક્કો માર્યો હતો, ત્યાં ગાડી ઊભી રખાવીને ગુલાબે કબૂલાત કરીને કહ્યું, કે બોલાચાલી થતા પત્ની જયા અને દોઢ વર્ષનાં દીકરાને કૅનાલમાં ધક્કો મારી દીધો હતો.

ગુલાબની કબૂલાત બાદ, તાત્કાલીક ધોરણે કૅનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છેવટે વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામ પાસે કેનાલમાંથી પત્ની જયાની લાશ મળી આવી હતી. જરોદ પોલીસે ત્યાં પહોચીને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી તરફ બાળકની શોધખોળ હાથ ધરી હતી.

પિતા દોલતસિંહની ફરિયાદને આધારે બોડેલી પોલીસે આરોપી ગુલાબ સામે પત્ની અને દીકરાનાં મોત બદલ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના પાછળ પતિ પત્ની વચ્ચેનો ઘરકંકાસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો, દાહોદ : ટેમ્પોની ઉપર બેસેલા મુસાફરોને સુખડનો હાર બતાવી પોલીસે પૂછ્યું, 'મરવું છે કે જીવવું છે?'
First published: September 20, 2019, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading