Home /News /madhya-gujarat /

છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ 12 બાળકો મળી આવ્યાં, 25 વ્યક્તિઓની ધરપકડ

છોટાઉદેપુર બાળ તસ્કરી કાંડઃ 12 બાળકો મળી આવ્યાં, 25 વ્યક્તિઓની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

છોટાઉદેપુર સ્થિત કેસર હોસ્પિટલના બહુચર્ચિત બાળ તસ્કરીના મામલામાં અલીરાજપુર પોલીસે વધુ ત્રણ બાળકો રિકવર કરવા સાથે છ વ્યક્તિઓની અટકાયત કરી છે.

    અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર સ્થિત કેસર હોસ્પિટલના બહુચર્ચિત બાળ તસ્કરીના મામલામાં અલીરાજપુર પોલીસે વધુ ત્રણ બાળકો રિકવર કરવા સાથે છ વ્યક્તિઓની અટકાયત કરી છે. જ્યાં જ્યારે કુલ 12 બાળકોને રિકવર કરાયા છે. ઉલ્લેખનિય છે કે બાળ તસ્કરીના મામલામાં મોટા ભાગે આડા સંબંધોના કારણે જન્મેલા બાળકો તેમજ પાલન પોષણ કરવામાં અસમર્થ માતા પિતા દ્વારા ત્યાજી દેવાયેલા બાળકોને વેચવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાંથી બાળ તસ્કરી થતી હોવા બાબતેનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ અલીરાજપુર પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે તપાસનો દૌર શરૂ કરીને અત્યાર સુધી કેસર હોસ્પિટલના ડો.રાજુ સહિત કુલ 25 વ્યક્તિઓની અટકાયત કરી છે. આમાં કુલ 12 બાળકોને પોલીસે રિકવર કર્યા છે.

    આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવમાં આજે વધુ 6 આરોપીની અટકાયત કરાઈ છે. તેમજ કુલ ત્રણ બાળકોને આજે રિકવર કરીને અત્રેની હોસ્પિટલમાં મોકલાયા છે. એક બાળક કિશોર મમદુ રાઠવા પાસેથી, રાજેશ રમેશભાઈ સોલંકી પાસેથી, સંગ્રામસિંહ અનુપસિંહ ડોવવે પાસેથી મળી આવ્યા હતા.

    આ કિસ્સામાં મોટાભાગે આડા સંબંધોના કારણે જન્મેલા બાળકો હોય તેમજ કોઈ બાળકનું પોષણ કરવામાં અસમર્થ હોય એવા બાળકો છોડીને આવતા. કેટલાકે ત્યાં પ્રસૃતિ કરાવી હતી એના પૈસા પણ આપ્યા હતા. અને અહીંયા લોકલાજે મહિલા જે બાળક જન્મે તેને વેચવામાં આવતા હતા. આનંદ નામનો શખ્સ પ્રસૃતિ માટે બે મહિલાઓને કેસર હોસ્પિટલમાં લઈ ગયો હતો.જ્યારે બાકીની મહિલાઓ પોતાની જાતે હોસ્પિટલમાં ગઈ હશે.એમ માનવામાં આવે છે. જે બાળકો અત્યાર સુધી રિકવર થયા છે. એમાં છોટાઉદેપુર કેસર હોસ્પિટલમાં જન્મેલા નવ બાળકો હતા.

    આ પણ વાંચોઃ-બાળ તસ્કરી કાંડઃ છોટા ઉદેપુરની હોસ્પિટલના તબીબ અને મેનેજરની ધરપકડ

    અલીરાજપુર કેસર હોસ્પિટલના ત્રણ બાળકો હતા. આ તપાસમાં હજી બીજા ત્રણ થી ચાર બાળકો મળે એવી શક્યતા સેવાઇ રહી છે. હાલમાં પોલિસ દ્વારા આઈ.પી.સી.370,આઈ.પી.સી.363 અને જયુર્વેનાઇલ એક્ટ મુજબની કલમો નોંધી ગુન્હાની તપાસ ચલાવી રહી છે.

    અલીરાજપૂરના એસ.પી વિપુલ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે પોલીસને સૂચના મળી હતી કે અલી રાજપૂર જિલ્લાનો શૈલુ રાઠોડ જે નાના બાળકોના ખરીદ વેચાણનો ધંધો કરે છે. ત્યારે તેની તપાસ કરી એક ઓપરેશન કરી તેને રંગે હાથે બાળક વેચતા અમે ઝડપી પાડી ધરપકડ કરી હતી. જ્યારે અમે તેની પૂછતાછ કરી વિગતો મેળવી ત્યારે તેને જણાવ્યું કેટલાય બાળકો લોકોને વેચ્યા છે. એક બાળક તેને છોટાઉદેપુરની કેસર હોસ્પિટલમાંથી ખરીદ્યું હતું.

    તેના આધારે અમે તપાસ કરી ત્યાંરે બાળક સાચે જ મળ્યુ તેના દ્વારા માહિતી મળી કે બાળક વડોદરા એક દંપતીને વેચ્યું હતું. તેંના આધારે છોટાઉદેપુરના કેંસર હોસ્પિટલના સંચાલક છે ડોક્ટર રાજૂ તેમની ધરપકડ કરી અને ત્યા મેનેજર છે પરેશ તેમ્ની પણ ધરપકડ કરી છે. તેમણે પૂછપરછ કરતા હમણા સુધી ચાર બાળકો ની માહિતી મળી છે. તેમના દ્વારા કે પૈસા લઈને વેચ્યા છે અમે તે ચાર બાળકો નો પણ કબજો મેળવ્યો છે. તેમજ બન્નેની પૂછપરછ ચાલુ છે હજુ વધારે બાળકો મળવાની આશા છે. હમણા સુધી 25 વ્યક્તિઓની ધરપકડ કરવામા આવી છે તેમજ 12 બાળકોનો કબજો મેળવ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Chhota udaipur, Child trafficking, Crime Story, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन