છોટા ઉદેપુરઃગુમ ત્રણ બાળકો કેનાલમાં તણાયા,એકનો મળ્યો મૃતદેહ

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાથી એક સાથે ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થઈ ગયા હતા. પોલીસ અને પરિવારજનોએ શોધખોળ માટેના તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે ત્રણેય મિત્રો કેનાલમાં તણાયા હોવાની માહિતી મળતા કેનાલમાં શોધખોળ હાથ ધરતા એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાકીના બે ની શોધખોળ ચાલુ છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાથી એક સાથે ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થઈ ગયા હતા. પોલીસ અને પરિવારજનોએ શોધખોળ માટેના તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે ત્રણેય મિત્રો કેનાલમાં તણાયા હોવાની માહિતી મળતા કેનાલમાં શોધખોળ હાથ ધરતા એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાકીના બે ની શોધખોળ ચાલુ છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરની યમુના રેસીડેંસીમા રહેતા અને છોટાઉદેપુર પોલીસમા ફરજ બજાવતા ઇશ્વર ભાઈ રાઠવાનોપુત્ર કાર્તિક(ઉ.વ.15) ,ક્રિષ્ના નગર સોસાયટીમા રહેતા જગદીશ ભાઈ પરમારનો પુત્ર દીપ(ઉ.વ.13) તેમજ ગોવર્ધન સોસાયટીમા રહેતા નાગજિભાઈ નો પુત્ર જ્યોત(ઉ.વ.13) ત્રણેય ભેગા મળી પરિવારને જાણ કર્યા વગર જ કેનાલ તરફ જતા રહ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુલ છ મિત્રો માછલી પકડવા માટે કેનાલ તરફ ગયા હતા. જ્યા કેનાલમાં હાથ ધોવા જતા એકનો પગ લપસતા  તેને બચાવવા બીજો અને બીજા ને બચાવવા જતા ત્રીજો મીત્ર તણાયો હતો.જોકે ત્રીજા ને બચાવવા ગયેલા ચોથો મિત્ર પણ તણાવવા લાગ્યા હતો,પરંતુ પથ્થર પકડી તે બહાર નીકળી જતા તેનો આ બાદ બચાવ થયો હતો. પરંતુ ડર ના માર્યા બાકીના મિત્રો એ કોઈને જાણ કરી ન હતી,

પોલીસ અને પરિવારજનોએ ગુમ થયેલા ત્રણેય બાળકોને શોધવાના તમામ પ્રયત્નો હાથ ધરવા છતા મોડી રાત સુધી કોઈજ પત્તો લાગ્યો ન હતો.  પોલીસે સ્થાનિક તારવૈયા ઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરાતા ત્રણ પૈકી એક કાર્તિક રાઠવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે  અન્ય બે બાળકોની શોધખોળ હાલ ચાલી રહી છે.

First published: