Home /News /madhya-gujarat /રેપનો બદલો રેપ!,પત્ની પર બળાત્કારના આરોપીની પત્નીને ચુંથી વેરવાળ્યું

રેપનો બદલો રેપ!,પત્ની પર બળાત્કારના આરોપીની પત્નીને ચુંથી વેરવાળ્યું

છોટા ઉદેપુર: ખુનનો બદલે ખુન કરાયાનું અનેક કિસ્સા સામે આવ્યા છે પરંતુ છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં દુષ્કર્મ નો બદલો લેવા દુષ્કર્મ કરાયાની ઘટના સામે આવી છે.પત્નિ ઉપર થયેલા દુષ્કર્મ ના બદલામાં જેલમા સજા ભોગવી રહેલા ગુનેગારની નિર્દોષ પત્નિ ઉપર દુષ્કર્મ ગુજારી વેર વાળ્યાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

વધુ જુઓ ...

    છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાનાં એક નાનકડા ગામમાં પરણીત મહિલા ઉપર ગામના જ વ્યક્તિ દ્વારા દુષ્કર્મ ગુજારાયાની ઘટના બની છે. અહિં દુષ્કર્મ કર્યા પાછળનું કારણ ખુબ જ આશ્ચર્ય પમાડે તેવુ છે. બે વર્ષ અગાઉ આજ ગામમાં એક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં દુષ્કર્મ આચરનાર આરોપી ને તેણે આચરેલ  ગુનાની 10 વર્ષની સજા થઈ છે અને હાલ તે જેલવાસ ભોગવી રહ્યો છે.

    ત્યારે જેતે વખતે બનેલ દુષ્કર્મના  બનાવમાં ભોગબનનાર પિડિતાના પતિએ પોતાની પત્નિ ઉપર થયેલા બળાત્કારનો વેર વાળવા સજા ભોગવી રહેલાની પત્નિ ઉપર દુષ્કર્મ ગુજાર્યુ છે. દુષ્કર્મના બદલે દુષ્કર્મની સનસનીખેજ ઘટનામાં પિડિતાની ફરીયાદ મુજબ વહેલી સવારે 4:30 વાગ્યાના સુમારે પોતાના ઘરના વાડામાં લઘુ શંકા માટે ગઈ હતી તે સમયે પાડોશમાં રહેતા વિપીન બારીયા ત્યાં આવી જઈ બળજબરી પૂર્વક બદલાની ભાવનાથી તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું.

    પિડિતા એ પ્રતિકાર કરતા તેના શરીરે નરાધમે પોતાના નખ વડે તેને રહેશી નાખવાના કરેલા પ્રયત્ન ના નિશાન પિડિતાના શરીરે સ્પ્ષ્ટ જણાઈ આવે છે.  બનાવ અંગે હાલની પેડિતાએ સંખેડા પોલીસ મથક માં ફરીયાદ નોધાવી છે.
    First published:

    Tags: ક્રાઇમ, ગુનો