નસવાડીઃ ગરમીથી બચવા માટે 20 ફૂટ ઉપરથી કેનાલમાં ભૂસકા મારી જોખમી સ્ટંટ

News18 Gujarati
Updated: April 26, 2019, 6:17 PM IST
નસવાડીઃ ગરમીથી બચવા માટે 20 ફૂટ ઉપરથી કેનાલમાં ભૂસકા મારી જોખમી સ્ટંટ
જોખમી સ્ટંટ કરતા યુવકોની તસવીર

નસવાડીની રતનપુર મેઇન કેનાલના બ્રિજ પરથી યુવાનો પાણીમાં 20 ફૂટની ઊંચાઈથી ભૂસકા મારતા હતા.

  • Share this:
અલ્લારખા પઠાણ, છોટાઉદેપુરઃ ગરમીના પારો દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસખા અજમાવતા રહે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પુલ ઉપરથી કેનાલમાં કૂદકા મારતા યુવકો નજરે ચડે છે. ગરમીથી બચવા માટે યુવકો કેનાલમાં ભૂસકા મારવાના જોખમી સ્ટંટ કરે છે. બાળકોનો જોખમી સ્ટંટનો આ વીડિયો ભારે વાયરલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે નસવાડી પથંકમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો છે, જેને લઇને નસવાડી નજીક આવેલી નર્મદા કેનાલ ગામડાના યુવાનો માટે સ્વિમિંગ પુલ ગઇ બની છે. નસવાડીની રતનપુર મેઇન કેનાલના બ્રિજ પરથી યુવાનો પાણીમાં 20 ફૂટની ઊંચાઈથી ભૂસકા મારતા હતા. ગરમીથી બચવા માટે જોખમી સ્ટંટ યુવાનો કરી રહ્યા હતા.

કાળઝાળ ગરમી પડી રહી હોવાથી અને શહેરોની જેમ ગામડામાં સ્વિમિંગ પુલની સુવિધા ન હોવાથી આદિવાસી યુવાનો માટે જીવના જોખમે નર્મદા મેઇન કેનાલમાં ભૂસકા મારે છે.
First published: April 26, 2019
વધુ વાંચો
अगली ख़बर