બોડેલી : ફેસબૂક પર મિત્ર બનાવી યુવતીને ધરે બોલાવી માતા, પિતાની હાજરીમાં જ યુવકે આચર્યું દુષ્કર્મ

બોડેલી : ફેસબૂક પર મિત્ર બનાવી યુવતીને ધરે બોલાવી માતા, પિતાની હાજરીમાં જ યુવકે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

યુવકે સોશિયલ મીડિયા પર મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ યુવતીએ સ્વીકારી હતી. ત્યાર પછી યુવકે યુવતીનો મોબાઈલ નંબર મેળવી લઈને સતત એક મહિનો ફોન કરીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યું.

  • Share this:
    બોડેલીના એક યુવકે સોશિયલ મીડિઆ પર એક યુવતીને મિત્ર બનાવી પ્રેમસંબંધ બાંધી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યાનો વીડિઓ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી યુવતીના ફેસબુક પર અપલોડ કરી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવક સહિત તેના માતા પિતા વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ગઇ તા.26 જાન્યુઆરીએ પીડિત યુવતીએ તેના ફેસબુક એકાઉન્ટ પર ધૃવ કામલીયા નામના યુવકે મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી અને ત્યાર બાદ ધૃવે યુવતીને વાતોમાં ફસાવીને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જે બાદ તે વારંવાર યુવતીને વોટ્સએપ ઉપર મેસેજ કરી યુવતી સાથે વાત કરી તેના ઘરે બોલાવતો હતો. પરંતુ યુવતીએ તેને મળવાની કે વનાત કરવાની ના પાડી હતી. તે છતાં યુવાન સતત એક મહિના સુધી યુવતીને હેરાન કરતાં યુવતી કંટાળીને ધૃવ કામલિયા મળવા માટે ગઇ હતી. ત્યારે ઘૃવે કહ્યું હતું કે, તુ મને પસંદ છે, મારે તારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે. ત્યારે યુવતીએ તેને સ્પષ્ટતાથી ના પાડી હતી.



    આ પણ વાંચો - મહેસાણા : પાંચ વર્ષનો પુત્ર માતાના અનૈતિક સંબંધો જોઇ જતા પ્રેમી પાસે કરાવી ઘાતકી હત્યા

    જે બાદ પણ યુવાન તેને સતત ફોન અને મેસેજ કરીને ધમકાવતો હતો અને અપશબ્દો બોલીને યુવતીનું જીવવાનું હરામ કરી દીધું હતું. જેથી યુવતીએ આ બધી વાત તેની મોટી બહેનને કરી હતી. જે બાદ મોટી બહેને સમજાવ્યું હતું કે, તું આ વાત ગમે તેમ કરીને પતાવી દે. જેથી યુવતી મે મહિનામાં યુવકનાં ઘરે ગઇ હતી. તે સમયે યુવકના માતા ચારૂબેન અને પિતા હરીશ કામલિયા તથા બહેન ઘરમાં હાજર હતા એ બધાની હાજરીમાં યુવકે યુવતીને ઘરના ઉપરના રૂમમાં લઇ જઇ દરવાજો બંધ કરી દઇ જબરજસ્તી કરી યુવતી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.

    આ પણ  જુઓ - 



    જે બાદ યુવક તેને બ્લેકમેઇલ કરીને સતત મળવા માટે બોલાવતો રહ્યો હતો. પરતુ યુવતી નહી જતા એક મહિનાની આસપાસ ધૃવ કામલિયાએ યુવતી તથા તેની મોટી બહેનના વોટ્સએપ પર યુવતીનો નગ્ન અવસ્થામાંનો વીડિયો મોકલ્યો હતો. તે છતાં પણ યુવતી તેને મળવા ન જતા ધૃવે યુવતીનું ફેસબૂક એકાઉન્ટ હેક કરીને તેની પર જ એ વીડિયો અપલોડ કરી દીધો હતો. યુવતીએ તરત જ આ વીડિયો ડિલિટ કરી દઇને માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ પરિવાર સાથે યુવતીએ પોલીસ મથકમાં ધૃવ નારાયણ હરીશકુમાર કામલીયા તથા તેની માતા ચારૂબેન કામલીયા તથા તેના પિતા હરીશકુમાર કામલીયા (તમામ રહે. જમુનાપાર્ક સોસાયટી, બોડેલી જિ. છોટાઉદેપુર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:October 05, 2020, 08:09 am

    ટૉપ ન્યૂઝ