Home /News /madhya-gujarat /બોડેલી : પરિવારનાં ત્રાસથી યુગલે ઝેરી દવા ગટગટાવી કરી આત્મહત્યા

બોડેલી : પરિવારનાં ત્રાસથી યુગલે ઝેરી દવા ગટગટાવી કરી આત્મહત્યા

યુગલે આત્મહત્યા કરી

તપાસમાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં બહાર આવ્યું છે કે આ યુલગે ઘરનાં ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે.

    ખત્રી શેહઝાબ, છોટાઉદેપુર : બોડેલીમાં ચકચાર મચાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમમાં બોડેલી તાલુકાનાં જંડ મંદિર નજીક એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે. હાલ પોસીલ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. તપાસમાં પોલીસને સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં બહાર આવ્યું છે કે આ યુલગે ઘરનાં ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે બોડેલી તાલુકાનાં જંડ મંદિર પાસે અવાવરૂ જગ્યાએ આ યુગલે આત્મહત્યા કરી છે. તેમના મૃતદેહ પાસેથી એક સોફ્ટડ્રિન્કની બોટલ અને બે ઝેરી દવાની બોટલ અને એક પ્લાસ્ટિકનો ગ્લાસ મળી આવ્યો છે. પોલીસને આ બંન્નેનાં મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે આ અંતિમ પગલા માટે પોતાનાં પરિવારને દોષી ગણાવ્યો છે. તેમણે લખ્યું છે કે તેમના પરિવારનાં ત્રાસથી આ બંન્નેએ આપઘાત કરી લીધો છે.

    યુગલે આત્મહત્યા કરી.


    હાલ પોલીસે બંન્નેનાં મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં છે. પોલીસને મળેલી સ્યૂસાઇડ નોટમાં મળેલી માહિતી પ્રમાણે હાલ તપાસનો દોર આગળ ચલાવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bodeli, આત્મહત્યા, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन