બોડેલી: CM રૂપાણીએ જેસીબી ચલાવી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરાવ્યું

 • Share this:
  સુજલામ સુફલામ જળ અભિયાનના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી બોડેલી પહોંચ્યા. બોડેલી તાલુકાના અલીખેરવા ગામે મુખ્યમંત્રીએ જેસીબી ચલાવી શ્રમદાન કરી ભૂમિપૂજન કર્યુ. ભૂમિપૂજન બાદ સભાને સંબોધી કોંગ્રેસ પર ચાબખા માર્યા. આ સિવાય મુખ્યમંત્રીએ રિમોટ દ્વારા બોડેલીથી જ છોટાઉદેપુરના નવીન બનેલા જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડીંગ, તેજગઢ ખાતેનું વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર તથા એક આદિવાસી શાળાના સંકૂલનું લોકાર્પણ કર્યુ.

  બોડેલી તાલુકાના 6 તાલુકાના 896 ગામો પૈકી 347 ગામોમાં વિવિધ પ્રકારના 512 જળસિંચાઈ કામોના અંદાજિત 15.31 કરોડનું કામ કરેલ છે જેમાં 408 ગામો પૈકીના 104 કામો પૂર્ણ થયેલ છે. જે તળાવોની કામગીરી ગતીમાં છે તેવા બોડેલી તાલુકાના અલીખેરવા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી. જ્યાં પોતે શ્રમદાન કર્યું અને ભૂમિ પૂજન કર્યા બાદ બોડેલી ખાતે સભાને સંબોધન કર્યું. જ્યાંથી રિમોટ દ્રારા બોડેલીથી જ છોટાઉદેપુરના નવીન બનેલા જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડીંગ, તેજગઢ ખાતેનું વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર તથા એક આદિવાસી શાળાના સંકૂલનું લોકાર્પણ કર્યું.

  મુખ્યમંત્રીએ સભામાં કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યુ કે, ગુજરાતની જનતાનો નિર્ધાર ગુજરાતની જનતાનું સંકલ્પ છે કે ગુજરાતને પાણી દાર બનાવવું, પાણીનું દુકાળ હવે ભૂતકાળ બની જશે. આટલા વર્ષો સુધી પાણીની તકલીફ વેઠી છે. રાજય સરકારનો લક્ષ્યાંક છે કે 31 તારીખ સુધીમાં ગુજરાતમાં ખુબ પાણીના સંગ્રહ માટે કાર્યો કરવામાં આવે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આગિયાર હજાર ઘનફૂટ પાણીની ક્ષમતા વધારવી છે. વિકાસમાં પાણી જરૂરિયાત પહેલા પડે છે વિકાસની પ્રથમકતા પહેલી છે. પાણી વગર વિકાસ શક્ય નથી સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ગામે ગામ અને જીલ્લે જીલ્લે લોકોને સાથે જોડીને કાર્યક્રમ કર્યો છે.

  વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, છેલ્લા તબક્કામાં આ જળ અભિયાન હવે જીવંત રહ્યું છે. આવતીકાલના તમામ જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે. લોકોનું ખુબ સમર્થન મળ્યું છે 16000 કામો એક મહિનામાં પૂર્ણ થયા છે. પાણીની સંગ્રહ શક્તી વધારવાનું લક્ષ્ય પૂરું થયું છે વરસાદ સારો પડશે તેવી મારી શ્રદ્ધા છે.

  પેટ્રોલના વધતા ભાવ વધારા સામે વેટ ગુજરાત સરકાર ઓછો કરશે તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે બેઠકમાં ચર્ચા કર્યા પછી નક્કી કરીશું. લોકસભામાં મોદી ફેક્ટર જ ચાલવાનું છે કોંગ્રેસે જે 40 વર્ષમાં કામ નથી કર્યાએ ભાજપે કર્યા છે. આવનાર સમયમાં ભારત દૂનયાની મહાસત્તાની સરખામણીમાં આગળ વધે તેવી લોકોમાં વિશ્વાસ ઊભો થયો છે. કોંગ્રેસ કાળો દિવસે ઉજવે છે તેના જવાબમાં રૂપાણી એ કહ્યું કે કોંગ્રેસ કાળી છે.
  Published by:kiran mehta
  First published: