Home /News /madhya-gujarat /

છોટા ઉદેપુરઃભાજપની મહિલા સદસ્યા પર બળાત્કાર, FIR કરવા 400 કિ.મી. દૂર જવું પડ્યું

છોટા ઉદેપુરઃભાજપની મહિલા સદસ્યા પર બળાત્કાર, FIR કરવા 400 કિ.મી. દૂર જવું પડ્યું

છોટા ઉદેપુરઃ મુળ છોટાઉદેપુર જિલ્લાની અને વર્ષોથી કચ્છમા રહેતી એક આદીવાસી પરિણિતા અને કચ્છ્ના એક તાલુકા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય સાથે રાજકીય વગ ધરાવતા પાડોશી યુવાને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પરિણિતાએ પાવીજેતપુર પોલીસમા નોંધાવતા ખળભળાટ મચીજવા પામ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
છોટા ઉદેપુરઃ મુળ છોટાઉદેપુર જિલ્લાની અને વર્ષોથી કચ્છમા રહેતી એક આદીવાસી પરિણિતા અને કચ્છ્ના એક તાલુકા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય સાથે રાજકીય વગ ધરાવતા પાડોશી યુવાને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પરિણિતાએ પાવીજેતપુર પોલીસમા નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મુળ છોટાઉદેપુર જિલ્લાની અને વર્ષોથી કચ્છમા વસેલી એક આદીવાસી પરીણિતા કે જે કચ્છના જ એક તાલુકા પંચાયતની ભાજપાની સદસ્ય છે. આ પરીણિતા ઉપર ગત 3જી સપ્ટેમ્બરના રોજ તેના જ પાડોશમા રહેતા અને ઉચી રાજકીય વગ ધરાવતા પરિણિત યુવાને મહિલાની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પ્રાપ્ત અહેવાલો મુજબ આરોપી મોટી રાજકીય વગ ધરાવતો હોઈ પાર્ટીનુ નામ ખરાબ ના થાય તે માટે મોટા માથાઓ દ્વારા દબાણ કરાતા મહિલાએ જેતે સમયે ફરિયાદ કરવાનુ ટાળ્યુ હતુ.

ગઈકાલે પોતાના માદરેવતન આવી પાવીજેતપુર ખાતે આરોપી ભુપેંદ્ર હસરત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પાવીજેતપુર પોલીસે જીરો નંબરથી આરોપી વિરુધ્ધ દુષ્કર્મ અને એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી ગઢશીશા પોલીસને આગળની કાર્યવાહી માટે મોકલી આપી છે.

એક તરફ રાજયમા મહિલાઓની સુરક્ષાને લઈ મોટી મોતી વાતો કરવામા આવી રહી છે ત્યારે ખુદ ભાજપની જ એક મહિલા સદસ્ય સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા રાજયમા મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ આરોપી ઉચ્ચરાજકીય વગ ધરાવતો હોઈ રાજકીયક્ષેત્રે પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

First published:

Tags: કચ્છ, ક્રાઇમ, ગુનો, તાલુકા પંચાયત, ભાજપ, મહિલા સદસ્યા રેપ, રાજકારણ, સદસ્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन