પિતાની ક્રૂરતા:પુત્રને ઝાડ સાથે બાંધી દીધો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 5, 2017, 12:33 PM IST
પિતાની ક્રૂરતા:પુત્રને ઝાડ સાથે બાંધી દીધો
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 5, 2017, 12:33 PM IST
પિતા-પુત્રના સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પાવી જેતપુર તાલુકાનાં ભેસાવહી ગામમા જયા એક પિતાએ માનસીક રીતે બીમાર એવા પોતાના સગા દીકરાને ક્રુરતા પુર્વક ઝાડ સાથે બાંધી દીધો હોવાની ઘટના સામે આવી હતી.

જગતમા માં બાપને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પોતાના સગા દીકરાને સહેજ ખરોચ આવી જાય તો મા બાપનો જીવ અધ્ધર થઈ જાય છે, પોતાના દીકરાને કોઈ આંગળી અડાડે તો પિતા પોતાના દીકરાનો વાંક હોય તો પણ સામેવાળા સાથે બાથ ભીડી નાંખે છે, પરંતુ અહિ કાંઈ વિપરિત દ્રશ્યો સામે આવ્યા છે,જોઈને રુંવાટા ઉભા કરીદે તેવા આ દ્રશ્ય જોઈ ફીટકાર અને ધિક્કાર ની લાગણી વર્તાય કે કોઈ ગુનેગાર ને પણ આ રીતે ના બાંધી રખાય .....પણ આ કોઈ ગુનેગાર નથી ,કે આ શખ્સ ને તેના કોઈ દુશ્મને નથી બાંધી રાખ્યો પરંતુ  તમને જાણીને નવાઈ લાગ્શે કે તેને રીતે બાંધનાર બીજો કોઈ નહિ તેનો સગો પિતાજ છે.

પોતાના ઘરના આંગણે આવેલા એક ઝાડ સાથે નિર્દયતા અને ક્રુરતા પુર્વક બાંધી રખાયેલો આ યુવાન માનસિક રીતે બીમાર હોવાનુ જણાવી તેના સગા બાપેજ તેને બાંધી દીધો, પોતાની આ કરતુત જોનારા કેટલાક  ગામલોકો એ યુવાનનો વીડીયો ઉતાર્યો તો કોઈકે પઇતાને આ ક્રુત્ય સજા ને પાત્ર હોવાની જણાવ્યુ, ત્યારે પુત્રની સાવકી માતાએ પોલીસ મથકે જઈ એક અરજિ આપી જેમા તેમણે જણાવ્યુ કે તેમનો પુત્ર પાગલ જેવો છે અને તેના પિતાને મારે છે,અવારનવાર કુવામા કુદી પડે છે જેથી તેને બાંધી દીધો છે તમે એને લઈ આવો.

સાવકી માતા અને પિતા અરજિ આપી પોલીસ મથકમાથી રવાના થહી ગયા પરંતુ પોલીસ કે કોઈ તસ્દી લીધી નહિ, બીજી તરફ પોતાના ઘરના આંગણે બાંધેલો યુવાન ચીખ્તો રહ્યો કણસતો રહ્યો અને તેનો પિતા તેની પાસે ઉભો ઉભો તમાસો જોતો રહ્યો પણ તેણે પુત્રને છોડુયો નહિ કે કોઈને છોડવા દીધો નહિ, ગામના કેટલાક યુવાઓએ આ દ્ર્શયોને મોબાઈલ મા કેદ કરી વાયરલ કરતા સ્થાનીક મીડીયા ના લોકો ત્યા પહોંચી ગયા , ત્ર્યારે સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ હરકત મા આવી અને ભેંશાવહી ગામમા પહોંચી અને યુવાનને મુક્ત કરાવ્યો અને પિતા પુત્ર બન્નેની અતકાયત કરી પોલીસ મથકે લઈ આવી.
First published: June 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर