અમિત શાહ છોટાઉદેપુરમાં, કેસરિયો સાફો બાંધી કરાયું સ્વાગત,આદિવાસી પરિવારના ઘરે લેશે સાદુ ભોજન

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 11:22 AM IST
અમિત શાહ છોટાઉદેપુરમાં, કેસરિયો સાફો બાંધી કરાયું સ્વાગત,આદિવાસી પરિવારના ઘરે લેશે સાદુ ભોજન
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આજે પહોચ્યા છે. શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના છે ત્યારે આજે દેવલિયા ગામે પહોચ્યા હતા.સ્થાનિક આદિવાસી પરિવારના ઘરે શાહ ભોજન લેશે.ભાજપના વિસ્તારક કાર્યક્રમમાં હાજરી આપશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 11:22 AM IST
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આજે પહોચ્યા છે. શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના છે ત્યારે આજે દેવલિયા ગામે પહોચ્યા હતા.સ્થાનિક આદિવાસી પરિવારના ઘરે શાહ ભોજન લેશે.ભાજપના વિસ્તારક કાર્યક્રમમાં હાજરી આપશે.

ssvagat
ગ્રામજનોએ કેસરિયો સાફો બાંધી સ્વાગત કર્યુ છે.ગામમાં ઠેર ઠેર ઝંડા લહેરાવ્યા છે.અમિત શાહનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું.પ્રદેશ પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓએ અભિવાદન કર્યું હતું.ત્રણ બૂથના 15 જેટલા આદિવાસી લોકોના ઘરે જઈ પ્રચાર કરશે.બૂથ કાર્યકર્તાઓ અને ગામ લોકો સાથે બેઠક યોજી શાહ પ્રચાર કરશે.

ssvagat1

ભારતીય જનતા પાર્ટીમાં વિસ્તારક યોજના અંતર્ગત પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દેશભરમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ફરી લોકો અને બૂથ લેવલનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી કામગીરીનુ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જેના ભાગરુપે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરનાં એક નાનકડા ગામ દેવલીયા ખાતે પહોચ્યા છે. વિસ્તારક યોજના અંતર્ગત અમિત શાહ દેવલીયા ગામનાં 15 જેટલા આદીવાદીઓના ઘરે ઘરે જઈ મુલાકાત લેશે. તેમજ ગામના ત્રણ બૂથની કામગીરી અંગે બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે અને ગામ મા જ સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે બેઠક યોજશે. સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા લોક સભામા 80 ટકા મતો કોંગ્રેસ ના ફાળે જાય છે એવા કોંગ્રેસના ગઢ ગણાતા દેવલીયા ગામમા અમિત શાહ ગામનાં એક આદિવાસી ખેડૂત અને બૂથ પ્રમુખ પોપટભાઈ રાઠવાનાં ઘરે તેઓના પરીવાર જનો સાથે બેસી અમિત શાહ અને જીતુ વાઘાણી આદિવાસીઓનુ પારંપારીક ભોજન આરોગશે.
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर