છોટાઉદેપુર: PSIના રૂમમાંથી જ મળ્યો વિદેશી દારૂનો જથ્થો

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  છોટાઉદેપુરના કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઇના રૂમમાંથી 265 વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળતાં ચકચાર મચી ગઈ છે. જિલ્લા પોલીસ વડાએ રૂ.39 હજાર કરતા વધુનો દારૂ ઝડપાયો છે. જેમાં પીએસઆઈ કટરા સહિત 2 કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે જિલ્લાના પોલીસ વડાને બાતમી મળી હતી જેના આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં પીએસઆઇ કટારાના રૂમમાંથી 265 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

  સામાન્ય રીતે રાજ્યમાં બુટલેગરો કે સામાન્ય માણસના ઘરમાંથી દારૂની બોટલ મળી આવતી હોય છે પરંતુ પોલીસના રૂમમાંથી દારૂની બોટલ મળવી ઘણી શરમની વાત છે. જે રાજ્યમાં દારૂબંધી હોય ત્યાં જ તંત્રના રખેવાળ પાસેથી જ દારૂ મળતા ચકચાર મચી ગઇ હતી. આસપાસના વિસ્તારમાં હાલ આ ચર્ચાનો વિષય બની ગયો છે.

  અમદાવાદના PSI દારૂ લઇ જતા સાથે તોડ કરતા થયા હતાં સસ્પેન્ડ

  ગત માર્ચ મહિનામાં દુબઈથી દારૂ લાવનાર યુવક પાસેથી 60 હજારનો તોડ કરવાના પ્રકરણમાં આકરી કાર્યવાહી કરતા અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતાં. આ મામલે પોલીસ અધિકારીઓ પાસે પહોંચેલી ફરિયાદો બાદ ઝોન-4ના ડીસીપીએ પીએસઆઈ પરેશ ચાવડાને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. આ અંગેની વિગત મુજબ નવા નરોડાના દર્શન વિલા બંગ્લોઝમાં રહેતા 25 વર્ષીય ધર્મેન્દ્ર પોકિયા તેમની પત્ની સાથે દુબઈ હનિમૂન કરીને પરત અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે આવી રહ્યાં હતાં ત્યારે અચાનક પીએસઆઇ પરેશ ચાવડા અને બે પોલીસ કર્મચારીઓએ આવીને વિદેશી દારૂની 4 બોટલ જપ્ત કરીને જેલના સળિયામાં ધકેલી દેવાની ધમકી આપી હતી. વિદેશી દારૂ પરમિટ વાળો હોવાની રજૂઆત પણ ધર્મેન્દ્રએ કરી હતી. છતાં પોલીસે 60 હજારનો તોડ કર્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: