અ'વાદ: 7 મહિનાની બાળકીનાં પેટમાં હતી 130 ગ્રામની ગર્ભગાંઠ, સફળ સર્જરી

ગર્ભની ગાંઠ સાથે જન્મતા બાળકોનાં વિશ્વભરમાં માત્ર 200 કેસ છે. આ બીમારી પાંચ લાખ બાળોકમાંથી ક્યારેક એકને થાય છે

ગર્ભની ગાંઠ સાથે જન્મતા બાળકોનાં વિશ્વભરમાં માત્ર 200 કેસ છે. આ બીમારી પાંચ લાખ બાળોકમાંથી ક્યારેક એકને થાય છે

 • Share this:
  (અમદાવાદથી હિમાંશુ વોરાનો રિપોર્ટ)
  અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં એક સાત મહિનાની બાળકીનું ગર્ભની ગાંઠનું સફળ ઓપરેશન થયુ. આ ઓપરેશન અઢી કલાક ચાલ્યુ હતું અને બાળકીનાં પેટમાંથી 130 ગ્રામની ગર્ભની ગાંઠ કાઢવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ડોક્ટર્સની ટીમ અને બાળકીનાં માતા-પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પણ અઢી કલાકનાં સફળ ઓપરેશન બાદ આજે બાળકી સ્વસ્થ છે. આપને જણાવી દઇએ કે આવાં ગર્ભની ગાંઠ સાથે જન્મતા બાળકોનાં વિશ્વભરમાં માત્ર 200 કેસ છે. આ બીમારી પાંચ લાખ બાળોકમાંથી ક્યારેક એકને થાય છે.

  ગુજરાતનાં છોટાઉદેપુરનાં એક દંપત્તીની ત્યાં દીકરીનો જન્મ સાત મહિના પહેલા થયો હતો. આ બાળકીનું નામ પૃચ્છા છે. બાળકીનું શરીર નહોતું પણ તેનું પેટ ખુબ જ મોટુ હતું. જે બાદ ત્યાંના ડોક્ટર્સે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવા કહ્યું હતું. અને આ કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોચ્યો હતો. જ્યાં પીડિયાટ્રિક વિભાગનાં ડોક્ટર રાકેશ જોષી અને તેમની ટીમે આ ઓપરેશનને પાર પાડ્યુ હતું.  આ ઓપરેશન વિશે સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જન ડોક્ટર રાજેશ જોષીનું કહેવું છે કે, મેડિકલ ટર્મિનોલોજીમાં કહીયે તો ફીટસ ઈન ટુ ફીટુ એટલે બાળકના પેટમાં અવિકસિત ગર્ભ જેવું બાળક અથવા એ ગાંઠ કે જેનું સ્વરૂપ નાના બાળક જેવું હોય. ફિટ્સ ઈન ફીટુ કહેવા પાછળ ના ફિક્સ લક્ષણો હોવા જોઈએ જેમકે કરોડરજ્જુ મગજ હાથપગ જે આની અંદર મેચ થાય છે.  વર્ષ 2015માં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો
  આ કોઈ પહેલો કિસ્સો નથી કે એક નાના બાળકના પેટ માં ગર્ભ ની ગાંઠ કાઢવામાં આવી હોય. પરંતુ વર્ષ 2015માં પણ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા એક 14 મહિનાનાં બાળકનાં પેટમાંથી ગર્ભની ગાંઠ કાઢવામાં આવી હતી.

  પાંચ લાખ બાળકે એકમાં હોય છે આ તક્લીફ
  ચોક્કસ માહિતી પ્રમાણે આ પ્રકારના કિસ્સા જવલ્લે જોવા મળે છે. અંદાજે પાંચ લાખ બાળકે એક બાળકને આ પ્રકારની તકલીફ હોય છે. ત્યારે આવું કેમ થાય તેની ચોક્કસ માહિતી નથી પરંતુ જો ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં ટ્વીન્સ બાળક હોય અને તેમાંથી કોઈ એક બાળકનો વિકાસ થાય અને બીજાનો વિકાસ ના થાય ત્યારે ગર્ભમાં એક ફીટ્સ માં ફીટુ સમાઈ જાય છે. વર્ષ 2015 સુધી વિશ્વભરમાં 100 જેટલા આવા કેસ નોંધાયા હતાં જ્યારે હાલમાં આવા કેસીસની સંખ્યા વિશ્વભરમાં 200 છે.  બાળકી છે સંપૂર્ણ સ્વસ્થ
  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ બાળકી ઓપરેશન બાદ સંપૂર્ણ પણે સ્વસ્થ છે ત્યારે ડોક્ટર્સ પણ માની રહ્યા છે સમયસર માહતી મળતા બાળકીના પેટમાં ગર્ભ ની ગાંઠ વધુ મોટી થાય તે પહેલા ગાંઠ કાઢી નાખવામાં આવી છે ત્યારે આજે ડોક્ટર્સ ની ટીમ દ્વારા અઢી કલાકના સફળ ઓપરેશન બાદ ખરેખર માતા-પિતા એ પણ રાહત નો શ્વાસ લીધો છે.
  Published by:Margi Pandya
  First published: