છોટા ઉદેપુરઃબકરા ચરાવતી 5 વર્ષની બાળકીને જંગલમાંથી ઘસડી રેપ કર્યા બાદ હત્યા

છોટા ઉદેપુરઃ રાજયના સરહદી અને આદીવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરના એક અંતરીયાળ ગામડામા એક શરમજનક ઘટના બની છે. માત્ર સાડા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામા આવી છે.

છોટા ઉદેપુરઃ રાજયના સરહદી અને આદીવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરના એક અંતરીયાળ ગામડામા એક શરમજનક ઘટના બની છે. માત્ર સાડા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામા આવી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
છોટા ઉદેપુરઃ રાજયના સરહદી અને આદીવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરના એક અંતરીયાળ ગામડામા એક શરમજનક ઘટના બની છે. માત્ર સાડા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામા આવી છે.

છોટા ઉદેપુરના નકામલી ગામની ધોરણ એકમા અભ્યાસ કરતી માત્ર સાડા પાચ વર્ષની એક કુમળી બાળકી જ્યારે પોતાના ઘરના બકરા ચરાવવા ગઈ હતી પરંતુ તે સાંજે પરત ફરી ન હતી. જેની શોધખોળ કરતા બીજા દીવસે નગ્ન હાલતમા જંગલમાથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના ની જાણ થતા પોલીસે અકસ્માત નો મોત નો ગુનો નોંધી બાળકીના મૃતદેહનુ પી એમ કરાવતા આવેલી પી એમ રિપોર્ટને જોઇ પોલીસ પણ ચોકી ઉઠી હતી.

પી એમ રિપોર્ટમા બાલકી સાથે દુષ્કર્મ આચરવામા આવ્યુ હોવાનુ અને ત્યારબાદ તેની હત્યા કરાઇ હોવાનુ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમા ગામના જ યુવક અજય રાઠવાને જંગલમા પશુ ચરાવતા અન્ય ગોવાળિયાઓએ આ બાળકીને ઢસડીને લઈ જતા જોયો હોવાથી પોલીસે અજય રાઠવા સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ત્યારે ગામનો જ એક હવસખોર યુવાન એક માસુમ બાળકી ને પોતાની હવસ ની શિકાર બનાવી તેની હત્યા કરી ફરાર થઈ ગયેલા નરાધમ સામે તેના માતા પિતાઓ ધિક્કાર વરસાવી આજિવન જેલવાસ ની સજા કરવામા આવે તેવુ ઈચ્છી રહ્યા છે. તો પોલીસે પણ આરોપિ અક્જય રાઠવા ને ઝડપી પાદવાના ચક્રો ગતિમાન કર્યા છે .
First published: