સેહજબ ખત્રી છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટ નુ ઇ- લોકાર્પણ કરવામાં આવતા બોડેલી નસવાડી સંખેડા ના વકીલ મંડળ માં ખુશી લહેર જોવા મળી હતી કારણકે અહી પ્રેક્ટિસ કરતાં વકીલોને છેક છોટાઉદેપુરનો ધક્કો બચી જતો હોય અને બોડેલી નજીકના ગામોના અરજદારોને લાભ મળશે તેવી વાત અહીના વકીલ મંડળે કહી હતી બોડેલી ખાતે કરવામાં આવેલા કોર્ટના લોકાર્પણ ના કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના ન્યાયમૂર્તિ નિખિલ એસ. કેરિયલના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લા ન્યાયાધીશ પી.વીશ્રીવાસ્તવ ,બોડેલી કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ બી જે પટેલ ,મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા
બોડેલી તાલુકાનાં 180 ગામો અને 1,80,000 જેટલી વસ્તી ધરાવતો તાલુકો છે સંખેડા તાલુકાનાં 118 જેટલા ગામો જેમાં આશરે 1,07,000 વસ્તી ધરાવતો તાલુકો છે જ્યારે નસવાડી ના 212 ગામોમાં જેમાં અંદાજે 1,55,000 જેટલી વસ્તી ધરાવતો તાલુકો છે.
આમ આશરે 500 ગામનાં અરજદારોને અહી શરૂ કરવામાં આવેલ કોર્ટ નો લાભ મળશે આ કોર્ટ માં બોડેલી તાલુકાની હૂકુમતની તમામ સિવિલ અપીલો, ફોજદારી અપીલો ,સેસન્સ કેસો , પોકસો કેસો,ફોજદારી રિવિજન કેસો ની સુનાવણી અહી થઈ સકશે. જેથી આ વિસ્તાર ના પક્ષકારોને ચેક છોટાઉદેપુર જિલ્લા ન્યાયા લઈ સુધી જવું નહીં પડે અને હવે બોડેલી ખાતે કોર્ટ ચાલુ થવાથી ઘર આંગણે ન્યાય મળશે