છોટાઉદેપુર- ફરવા માટે નીકળેલા 3 યુવાનોને નડ્યો અકસ્માત, 2નાં મોત

છોટાઉદેપુરઃ ચાપરિયાથી વાસણા જાન લઈ જનારા ટ્રેક્ટરનો અકસ્માત,15થી વધુને ઇજા.

 • Share this:
  છોટાઉદેપુર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક અકસ્માત છોટાઉદેપુરમાં સર્જાયો છે. છોટાઉદેપુરના 3 મિત્રો બાઈક લઈને ફરવા માટે નિકળ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અને તેમાં 2 લોકોના મોત થયા હતાં.

  બનાવની વિગત અનુસાર બોડેલી ગામના 3 યુવાનો બાઈક પર ફરવા માટે નિકળ્યા હતા. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે ત્રણેય યુવાનો બાઈક પર સવાર થઈને જઈ રહ્યાં હતા. તે દરમિયાન બાઈકચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે 1ને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

  આમ આ સમગ્ર બનાવને પગલે બોડેલી ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. કારણ કે એક સાથે 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા હોવાથી ગામમાં માતમ છવાય ગયો છે.
  Published by:Nisha Kachhadiya
  First published: