છોટાઉદેપુર: ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 7 લોકોનાં મોત

  • Share this:
    છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 7 લોકોનાં મોત થયા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

    ઘટનાની વિગત અનુસાર છોટાઉદેપુરના રંગપુર પાસે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ  કરૂણ મોત નિપજ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામ મધ્ય પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 3 બાળક, 2 મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.

    આ તમામ મૃતકો મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના વતની છે. અને આ પરિવાર વડોદરાની હોસ્પિટલે જઈ રહ્યો હતો. તે દરમિયાન ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો. અને તેમાં 7 લોકોના મોત થયા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.



    હાલ તો પોલીસે તમામના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા છે. અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Nisha Kachhadiya
    First published: