છોટા ઉદેપુરઃ MPની પોલીસ લખેલી જીપ અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત

News18 Gujarati
Updated: July 10, 2019, 9:53 PM IST
છોટા ઉદેપુરઃ MPની પોલીસ લખેલી જીપ અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત
અકસ્માતની તસવીર

છોટાઉદેપુરના પૂનિયાવાંટ પાસે સ્વિફ્ટકાર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  • Share this:
સહેજાબ ખત્રીઃ છોટાઉદેપુરના પૂનિયાવાંટ પાસે સ્વિફ્ટકાર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કારમાં સવાર ત્રણેય છોટા ઉદેપુરના વતની હતી. કાર મધ્ય પ્રદેશ પાર્સિંગની હતી અને પોલીસ લખેલી હતી.

આ ઉપરાંત મોરબી રાજકોટ હાઇવે ઉપર પણ અકસ્માતની ઘટના બની હતી. ટ્રક અને ફોર્ડ ફિગો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં 27 વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકનું નામ વૈભવ પટેલ હતું. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં ભાવનગર પોલીસની વાને રીક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા નગર ચાર રસ્તા પાસે બુધવારે બપોરના સમયે ફૂલ સ્પીડમાં આવતી ભાવનગર પોલીસની જીપે રીક્ષા અને રાહદારીને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને પોલીસ વાનમાં બેઠેલા પોલીસ કર્માચરીઓ ફરાર થયા હતા. જેના પગલે રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ઉચ્ચપોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને તપાસ શરૂ કરી હતી. રોડ ઉપર લગાવેલા સીસીટીવી અને ખાનગી સીસીટીવી તપાસમાં આવશે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. પોલીસની જીપ 80ની સ્પીડે આવતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પોલીસની વાનમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ત્યારે આ મોટો તપાસનો વિષય બની જાય છે
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com