ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે છોટા ઉદેપુરનાં કવાંટ તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ છે. અહીં બુધવારે એક જ રાતમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો.
જોકે, આજે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને કવાંટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. સવારે છ વાગ્યાથી લઇને સાંજના ચાર વાગ્યા સુધી છોટા ઉદેપુર શહેર અને કવાંટમાં આશરે 8 ઇંચ અને સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દાહોદના ધાનપુર અને સિંગવાડમાં આશરે ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરીએ તો ગોધરામાં 61 mm , જામ્બુઘોડામાં 61 mm, દેવગઢ બારીમાં 58 mm, લિમખેડામાં 51 mm, ફતેપુરામાં 49 mm, દાહોદમાં 45 mm, સાંજલીમાં 43 mm, બોડેલીમાં 41 mm, હાલોલમાં 34 mm, ગરબાડામાં 31 mm, શાહેરામાં 30mm, કડાણામાં 29 mm, નસવાડીમાં 26 mm વરસાદ નોંધાયો હતો.
છોટા ઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદને પગલે હેરણ નદીમાં પુર આવ્યું છે. જેના કારણે કાંઠાનાં ગામોમાં પાણી ભરાયા છે.
પંચમહાલનાં ગોધરામાં પણ મેઘરાજાની સવારી આવી છે. ગઈકાલે શહેરમાં ભારે ઉકળાટનું વાતાવરણ સર્જાયું હતું. ત્રણ ચાર દિવસથી સમયાંતરે છૂટોછવાયો આગમન છે. આજે સવારે 6 વાગ્યા બાદ હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક હળવા તો ક્યારેક ભારે ઝાપટા સાથે વરસદા વરસી રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર